ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

ત્રણ રાજ્યમાં 1000 કારમાંથી LED ડિસ્પ્લે અને મ્યુઝિક સિસ્ટમ ચોરનાર બાપ-દીકરો ઝડપાયા

Text To Speech
  • ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં 1 હજારથી વધુ કારોમાંથી ચોરી કરનારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા.
  • બાપ-દિકરા સામે 200 ગુના નોંધાયેલા છે, 75 ગુના તો માત્ર ગુજરાતના જ.

સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં 1,000 થી વધુ કાર તોડવાના કેસમાં સંડોવાયેલા બાપ-દિકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લોડેડ રિવોલ્વર અને 16 મ્યુઝિક અને એલઈડી ડિસ્પ્લે સિસ્ટમ સહિત ચોરાયેલી કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. આ બાપ-દિકરો કારના કાચ તોડી કારમાં રહેલા કિંમતી સામાનની ચોરી કરતા હતા. તેમની ધરપકડ સાથે ગુજરાતના અનેક શહેરોમાં 75 ગુનાના ભેદ ઉકેલ્યા છે.

સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બુધવારે સાંજે એક વ્યક્તિ અને તેના પુત્રની ધરપકડ કરી હતી. જેઓ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઓછામાં ઓછા 1,000 કાર તોડવાના કેસમાં સંડોવાયેલા હતા. પોલીસે તેમની પાસેથી એક લોડેડ રિવોલ્વર અને 16 ચોરાયેલ મ્યુઝિક અને LED ડિસ્પ્લે સિસ્ટમ સહિત કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. બંનેની ઓળખ જમીલ મોહમ્મદ કુરેશી અને સાહિલ જમીલ કુરેશી તરીકે થઈ હતી.

બાપ-દિકરો કારને નિશાન બનાવતા હતા અને તેની અંદર રહેલી સાઉન્ડ સિસ્ટમની ચોરી કરતા હતા. આ સાથે તેઓ LED ડિસ્પ્લે અને કિંમતી સામાનની ચોરી કરતા હતા. તેમની જોડે એક હોન્ડા સિટી કાર હતી, જેમાં તેઓ ગુજરાત આવતા અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં કારોની LED ડિસ્પ્લે તેમજ ગાડીમાં રહેલા સાઉન્ડ સિસ્ટમની ચોરી કરતા હતા. તેમની સામે કુલ 200 ગુના નોંધાયા છે, જેમાંથી 75 ગુના તો માત્ર ગુજરાતના છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બાપ-દીકરાને ઝડપાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કાર તોડનાર ગેંગના સભ્યો કરજણની નવજીવન હોટલમાં રોકાયા છે. ક્રાઈમ બ્રાન્ચે કરજણ પોલીસની મદદ લીધી અને હોટલ પર દરોડો પાડ્યા અને પિતા-પુત્રની જોડીને પકડી પાડી છે.

પોલીસે આપીલે માહીતી પ્રમાણે બાપ-દીકરાની ધરપકડ સાથે, તેઓએ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, નવસારી, વલસાડ અને મહેસાણામાં નોંધાયેલા 75 ગુનાઓ ઉકેલ્યા હતા. તેમણે કહ્યું કે અન્ય કેસ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયા છે, જેની તપાસ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાની જોબ આવે તો થજો સાવધાન!

Back to top button