ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષ

સૌંદર્ય સ્પર્ધામાં દીકરી ચોથા નંબરે આવતાં પિતાનો પિત્તો ગયો, કરી દીધો આ ગંભીર અપરાધ

Text To Speech

બ્રાઝિલ – 8 ઓગસ્ટ :  સામાન્ય રીતે, લોકો તેમના બાળકો વિશે ખૂબ જ પઝેસિવ હોય છે અને ઇચ્છે છે કે તેમના બાળકો દરેક ક્ષેત્રમાં આગળ હોય, પછી તે અભ્યાસ, રમતગમત અથવા અન્ય કંઈપણ વસ્તુ હોય લોકો તેમના બાળકોની સારું જ ઇચ્છે છે. પરંતુ એક વ્યક્તિએ તો આમાં ગાંડપણની હદ વટાવી દીધી. મામલો બ્રાઝિલના અલ્તામિરાનો છે, જ્યાં એક બ્યૂટી કોન્ટેસ્ટ થયો અને વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. પરંતુ આ કોન્ટેસ્ટમાં ચોથા ક્રમે આવેલી કન્ટેસ્ટન્ટના પિતાને પરિણામ પસંદ ન આવ્યું. તેમણે ત્યાં હાજર જજીસ અને તેમની સિલેક્શન ક્રાઈટેરિયા ઉપર સવાલો ઉઠાવ્યા હતા. અહીં વિવાદ એ હદ સુધી વધી ગયો કે પ્રાઈવેટ સિક્યોરિટી અને મિલિટરી પોલીસની હાજરીમાં જ વ્યક્તિએ જજ પર બંદૂક તાકી દીધી.

જે હૉલમાં આ બધું થયું તે હૉલ ખીચોખીચ ભરેલો હતો અને હાજર લોકોને બચાવવા માટે સિક્યોરિટી પાસે વ્યક્તિ પર ગોળીબાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. નીચે પડતા પહેલા તે પોતાની રિવોલ્વરમાંથી થોડી ગોળીઓ ચલાવવામાં સફળ રહ્યો હતો. આમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, તાજેતરમાં ઇન્ડોનેશિયાના દક્ષિણ તપાનુલી પ્રાંતમાં 29 જુલાઈની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની, જેણે સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 45 વર્ષીય પારલિન્દુંગન સિરગરે તેના 60 વર્ષીય પાડોશી અસાગીમ ઈરિયાન્ટોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનાનું કારણ એટલું સરળ હતું કે કોઈ કલ્પના પણ ન કરી શકે – એક સરળ પ્રશ્ન ‘તમે લગ્ન કેમ નથી કર્યા’. સિરગર તેના પાડોશીથી નારાજ હતો કારણ કે તે તેને વારંવાર પૂછતો હતો કે તે ક્યારે લગ્ન કરશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં કેટલી સંખ્યામાં હિન્દુ મંદિર? ઈતિહાસ જાણીને તમે વિચારમાં પડી જશો!

Back to top button