ટોપ ન્યૂઝનેશનલ

ચોંકાવનારો ખુલાસો; સગીર મહિલા રેસલરના પિતાએ કહ્યું- બ્રિજભૂષણ સિંહે નથી કર્યું મારી પુત્રીનું યૌન શોષણ

નવી દિલ્હી: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા પછી બ્રિજભૂષણ શરણ સિંહને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળશે. કેમ કે હવે તેમણે તેમના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધવામાં આવેલા કેસમાંથી છૂટકારો મળી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક સમાચાર અનુસાર બ્રિજભૂષણ વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવનાર સગીરા મહિલા પહેલવાનના પિતાએ કહ્યું છે કે તેમણે અને તેમની પુત્રી દ્વારા બ્રિજભૂષણ વિરૂદ્ધ ખોટા આરોપ લગાવ્યા હતા.

બ્રિઝભૂષણ શરણ પર મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સગીરા પહેલવાનની ફરિયાદ પર તેમના વિરૂદ્ધ પોક્સો ઓક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પાંચ જૂન મહિલા પહેલવાનના પિતાએ મજિસ્ટ્રેટ સામે નવું નિવેદન નોંધાવ્યું છે.

આ અંગે સમાચાર પત્ર સાથે ફોન પર થયેલી વાતચીતમાં સગીરા રેસલર્સના પિતાએ જણાવ્યું કે કુશ્તી મહાસંઘના અધ્યક્ષે તેમની પુત્રીનું યૌન શોષણ કર્યું નથી પરંતુ તેમનું વલણ થોડૂ ઘણું તેમની પુત્રીની વિરૂદ્ધમાં હતું. તેમણે કહ્યું કે બ્રિજભૂષણ વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ તેમને ગુસ્સામાં લગાવ્યો હતો કેમ કે તેમની પુત્રી પાછલા વર્ષે એશિયન ચેમ્પિયનશિપની ટ્રાયલ મેચમાં હારી ગઈ હતી.

આ પણ વાંચો- Breaking News: ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ ફંટાશે! શું કહ્યુ હવામાન વિભાગે?

તેમણે કહ્યું કે પહેલા આપવામાં આવેલી ફરિયાદ તેઓ પરત લઈ રહ્યાં નથી પરંતુ તેમણે પોતાનું નવું નિવેદન નોંધાવ્યું છે.

તેમણે સમાચાર પત્રને કહ્યું કે, મેચ ડ્યુટીના દિવસે સંપૂર્ણ સ્ટાફ દિલ્હીનો હતો અને મારી પુત્રી વિરૂદ્ધ જે મહિલા રિંગમાં હતી તે પણ દિલ્હીની હતી, જે એક ગેરકાયદેસર બાબત છે. મેં પોતાનું નિવેદન બદલ્યું છે. કેટલાક આરોપો સાચા છે અને કેટલાક ખોટા છે. બ્રિજભૂષણે મારી પુત્રીનું શોષણ કર્યું નથી પરંતુ તેમનું વલણ તેના વિરૂદ્ધ હતું. મને ધમકીભર્યા ફોનકોલ્સ આવ્યા હતા પરંતુ હું તેમના નામ જાહેર કરી શકતો નથી. મહિલા રેસલર્સના પિતાએ કહ્યું કે, હું મારૂ નિવેદન કોઈપણ વ્યક્તિના દબાણ વગર ફરીથી નોંધાવી રહ્યો છું.

સ્થગિત થશે પ્રદર્શન

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા પહેલવાનોએ રમતમંત્રી સાથે મુલાકાત કર્યા પછી પોતાનું પ્રદર્શન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જનસત્તાના એક સમચારા અનુસાર, 23 એપ્રિલથી બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઈને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોએ બુધવારે એટલે કે 7 જૂને ખેલ મંત્રી અનુરાગ ઠાકૂર સાથે મુલાકાત કરી હતી.

બંને પક્ષો વચ્ચે છ કલાક સુધી વાતચીત ચાલી ત્યાર પછી જ પહેલવાનોએ પ્રદર્શન સ્થગિત કરવાની સહમતિ વ્યક્ત કરી છે. આ બેઠકમાં સામેલ થયેલા ઓલિમ્પિક વિજેતા કુસ્તીબાજો સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાએ કહ્યું કે સરકારના અનુરોધ પર તેમણે 15 જૂન સુધી પ્રદર્શન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમનું આંદોલન ખત્મ થયું નથી.

રમત મંત્રીએ કહ્યું કે પહેલવાનોના આરોપોની તપાસ કરીને બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ 15 જૂન સુધી આરોપ પત્ર દાખલ કરી દેવામાં આવશે.

રેસલર્સ અને અનુરાગ ઠાકૂર વચ્ચે થઈ લાંબી વાતચીત; નિકળ્યો સમસ્યાનો ઉકેલ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જણાકારી આપી છે કે શનિવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે બજરંગ પૂનિયાની વાતચીત પછી ખેલાડીઓએ બુધવારે અનુરાગ ઠાકૂર સાથે મુલાકાત કરી હતી. સમાચાર પત્ર લખે છે કે છ કલાકની વાતચીતમાં બિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર કોઈ જ વાતચીત થઈ નથી.

સમાચાર પત્ર અનુસાર સરકારે કહ્યું કે કુશ્તી મહાસંઘ માટે 30 જૂને ચૂંટણી કરાવવામાં આવશે અને તેને પારદર્શક રીતે કરાવવામાં આવશે. સાથે જ સરકારે પહેલવાનોને આશ્વસન આપ્યું છે કે 28 મેના દિવસે સંસદ તરફ રેલી કાઢવાને લઈને જે રેસલર્સ વિરૂદ્ધ  એફઆઈઆર નોંધવામાં આવી છે તેને પરત લઈ લેવામાં આવશે.

આ પણ વાંચો- બિહારમાં 23 જૂને સર્વપક્ષીય બેઠક; રાહુલ-કેજરીવાલ-મમતા સહિતના નેતા શું કરશે ચર્ચા?

 

Back to top button