પાકિસ્તાનના સંસદ ભવન સ્થિત બે કાફેટેરિયાને પીરસવામાં આવતા ફૂડમાં કોકરોચ મળ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યા છે. સાંસદોએ ભોજનમાં કોકરોચ મળવાની ફરિયાદ કરી હતી. ઇસ્લામાબાદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સંસદ ભવનનાં બે કાફેટેરિયા પર દરોડા પાડ્યા બાદ સાંસદો તરફથી ગંદા વાતાવરણમાં ભોજન પીરસવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી.
શનિવારના રોજ સામ ટીવીના એક અહેવાલ મુજબ, સાંસદોએ એવી પણ ફરિયાદ કરી હતી કે તેમને પીરસવામાં આવતા ભોજનમાં કોકરોચ જોવા મળે છે. સમાચાર અનુસાર, નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓને ખાવા-પીવાની જગ્યા પર કીડા અને કરોળિયા મળ્યા અને રસોડું ગંદુ હતું, જેના પછી પરિસરને સીલ કરી દેવામાં આવ્યું.
આ પણ વાંચો : CWG-2022 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 8 વિકેટે શાનદાર જીત
કેટલાક ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે નબળી સેનિટરી પરિસ્થિતિઓને કારણે તેઓએ આ કાફેટેરિયામાંથી ખોરાકનો ઓર્ડર આપવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન સંસદ ભવનનાં કાફેટેરિયામાં બનેલી આ ઘટનાઓ નવી નથી. 2014 માં, આમાંથી એક કાફેટેરિયામાં કેચઅપની બોટલમાંથી એક વંદો મળી આવ્યો હતો. 2019 માં, સાંસદોએ આ કાફેટેરિયામાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા સામે વિરોધ કર્યો હતો.