ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પિતા 8 લાખમાં પોતાના પુત્રને વેચવા મજબૂર, ચાર રસ્તે લગાવ્યો સેલ

  • પત્ની, એક પુત્રી અને એક પુત્ર સાથે ચોકડી પર બેસીને તેને તેના પુત્રને વેચવાની ફરજ પડી હતી
  • ગળામાં એક બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે, મારો પુત્ર વેચવા માટે છે, મારે મારા પુત્રને વેચવો છે

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં રોડવેઝ બસ સ્ટેન્ડ ચોક પર એક એવી તસવીર સામે આવી છે જેણે દરેકને ચોંકાવી દીધા છે. દેવાના કારણે એક પિતાને તેના વ્હાલસોયા પુત્રને 6 થી 8 લાખ રૂપિયામાં વેચવાની ફરજ પડી છે.પોતાની પત્ની, એક પુત્રી અને એક પુત્ર સાથે ચાર રસ્તે બેસીને તેને તેના પુત્રને વેચવાની ફરજ પડી હતી અને તેના ગળામાં એક બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે, મારો પુત્ર વેચવા માટે છે, મારે મારા પુત્રને વેચવો છે.

અલીગઢના મહુઆ ખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિહાર મીરા સ્કૂલ પાસે રહેતા રાજકુમારનો આરોપ છે કે તેણે કેટલીક મિલકત ખરીદવા માટે લોકો પાસેથી લોન લીધી હતી.પણ એક માથાભારે શખ્શે હેરાફેરી કરીને રાજકુમારને દેવાદાર બનાવી દીધો હતો અને પોતાના પૈસા કઢાવવા માટે તેની મિલકતના કાગળો બેંકમાં રાખીને તેને લોન આપવામાં આવી. રાજકુમારનો આરોપ છે કે ન તો મને પ્રોપર્ટી મળી અને ન તો મારા હાથમાં પૈસા બચ્યા. હવે તે માથાભારે વ્યક્તિ તેના પર પૈસા વસૂલવા માટે સતત દબાણ કરી રહ્યો છે. રાજકુમારનો આરોપ છે કે તેણે થોડા દિવસો પહેલા મારી ઈ-રિક્ષા છીનવી લીધી હતી જેને હું પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ચલાવુ છું.

રાજકુમાર કહે છે કે હવે તે એટલો કંટાળી ગયો છે કે તે પોતાના પુત્રને વેચવા માટે તેની પત્ની, પુત્ર અને એક યુવાન પુત્રી સાથે બસ સ્ટેન્ડના ચોક પર આવીને બેસી ગયો છે. રાજકુમારે વધુમાં કહ્યું કે તે ઈચ્છે છે કે જો કોઈ મારા પુત્રને 6 થી 8 લાખ રૂપિયામાં ખરીદે તો ઓછામાં ઓછું હું મારી દીકરીને ભણાવી શકીશ. હું તેની સાથે લગ્ન કરીને મારા પરિવારનું ધ્યાન રાખી શકીશ.

પોલીસની મદદ ના મળતા ભરવું પડ્યું પગલું

રાજકુમારે એ કહ્યું કે તે પોલીસ પાસે ગયો હતો પરંતુ ત્યાંથી કોઈ મદદ ન મળી તેથી હવે તેણે આ પગલું ભરવું પડ્યું. આ બધું જોઈને ત્યાંથી પસાર થતા લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. તે જ ભીડમાં હાજર એક મહિલાએ રાજકુમાર અને તેની પત્ની અને બાળકોને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે બાળકો મેળવવું એટલું મુશ્કેલ છે, કોઈ તેના જીગરના ટુકડાને કેવી રીતે વેચી શકે. જોકે, લગભગ એક કલાક બાદ ગાંધી પાર્ક પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી અને રાજકુમારને તેના પરિવાર સાહિત પોતાની સાથે લઈ ગઈ હતી.

આ પણ વાંચો, રાજ્યમાં નવરાત્રિમાં 766 લોકોને હાર્ટ એટેક આવ્યો, અચાનક કેમ વધ્યા કેસ?

Back to top button