એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

NEET માટે દીકરીને પ્રોત્સાહિત કરવા પિતાએ કર્યું તપ, બંને પાસ થયાં

સ્પર્ધાત્મક પરીક્ષાનું દબાણ અનુભવતી એક દીકરીને એ અંગેનો બોજ ઓછો કરવા એક પિતાએ કેવી રીતે તેને સહયોગ આપ્યો તેનો સમાજ માટે પ્રેરણારૂપ હકારાત્મક કિસ્સો જાણવા મળ્યો છે.

વાત એમ છે કે, એક પિતાએ દિકરીને રાજસ્થાનના ‘કોચિંગ હબ’ કહેવાતા કોટામાં NEETની તૈયારી માટે મોકલી હતી, પરંતુ ત્યાં દિકરીને વાતાવરણ અનુકૂળ ન આવતાં દિકરી થોડો સમય ત્યાં રહ્યા પછી ઘરે પાછી આવી ગઈ. NEETની તૈયારી મુકીને પાછી આવેલી દિકરીને હિંમત આપવા પિતાએ પણ દિકરી સાથે NEETની તૈયારી ચાલુ કરી. બંને સાથે તૈયારી કરીને અલગ-અલગ પરીક્ષા સેન્ટરે પરીક્ષા આપી. NEETની પરીક્ષામાં બાપ-દિકરી બંને પાસ થઈ ગયા.

દીકરીને પ્રોત્સાહિત કરવાની આ પિતાની યુક્તિ અન્ય માતા-પિતા માટે પ્રેરણા દાયક બની છે. પિતા દિવસભર પોતાના કામમાં વ્યસ્ત રહેતા અને રાત્રે પુત્રી સાથે તૈયારી કરતા. ડૉ. પ્રકાશ ખેતાન (49 વર્ષ) અને તેમની પુત્રી મેતાલી ખેતાન (19 વર્ષ) બંનેએ NEET UG 2023ની પરીક્ષા પાસ કરી છે. જોકે, દીકરીએ NEET સ્કોરના મામલામાં તેના પિતાને પાછળ છોડી દીધા છે.

દિકરીના પિતા ડોક્ટર: મિતાલીના પિતા પ્રકાશ ખેતાન વ્યવસાયે ડોક્ટર છે. 1992 માં CPMT પરીક્ષા પાસ કર્યા પછી, તેમણે મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો અને MBBS નો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે 1999 માં લખનૌથી MS સર્જરી અને 2003 માં MCH ન્યુરો સર્જરી પૂર્ણ કરી. પરંતુ દીકરીને પ્રોત્સાહિત કરવા તેઓએ ફરીથી પુસ્તકો ઉપાડ્યા અને સાથે મળીને તૈયારી કરી હતી.

કોટાનું વાતાવરણ તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ડરામણું:

ડૉ. પ્રકાશ ખેતાને પોતાની દિકરીને NEETની તૈયારી માટે રાજસ્થાનના કોટા મોકલી હતી, પરંતુ ત્યાંનો માહોલ દિકરીને ન ગમતા દિકરી થોડા સમય પછી તે ઘરે પરત ફરી હતી. રાજસ્થાનના કોટાને ‘કોચિંગ હબ’ ગણવામાં આવે છે અહીં દર વર્ષે દૂર-દૂરના વિસ્તારોમાંથી લાખો વિદ્યાર્થીઓ સારી કારકિર્દીના સપના સાથે કોટા પહોંચે છે. ઘણી વખત કોટા પહોંચતા નવા વિદ્યાર્થીઓ ત્યાંની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રેક કરવાની સ્પર્ધા જોઈને ડરી જતા હોય છે, જેને ડિપ્રેશન અને આત્મહત્યાનું મુખ્ય કારણ પણ માનવામાં આવે છે. અગાઉ આ વર્ષે સપ્ટેમ્બર 2023 સુધી કોટામાં 27 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કોટાની પરિસ્થિતિ વિદ્યાર્થીઓને ડરાવે છે. જો કે, વહીવટીતંત્ર આ અંગે ઘણા પગલાં લઈ રહ્યું છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, હોસ્ટેલ વોર્ડન, મેસ સ્ટાફ વગેરેને વિદ્યાર્થીઓની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની મદદ માટે કોટામાં પોલીસ સ્ટુડન્ટ સેલની રચના કરવામાં આવી છે.

દિકરીને સાથ આપવા પિતાએ પણ કરી સાથે તૈયારી:

દિકરીને પ્રોત્સાહિત કરવા પિતાએ મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી, બંનેને NEET UG 2023 માટે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો મળ્યા. પિતા, શિવકુટી અને પુત્રીએ ઝુંસી કેન્દ્રમાં પરીક્ષા આપી. જૂન મહિનામાં જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે પરિણામો ચોંકાવનારા હતા. દીકરી મિતાલીને 90 ટકાથી વધુ જ્યારે ડૉ ખેતાનને 89 માર્કસ મળ્યા છે. કાઉન્સેલિંગ બાદ પુત્રી મિતાલીને કર્ણાટકની જાણીતી કોલેજ કસ્તુરબા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો.

દિકરીના પિતાનું નામ ગિનિસ બુકમાં: ડૉ.પ્રકાશ ખેતાને આવા ઘણા ઓપરેશન કર્યા જે ખૂબ જ મુશ્કેલ હતા. તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે કારણ કે 13 એપ્રિલ, 2011ના રોજ તેણે 8 કલાકની સર્જરીમાં 18 વર્ષની છોકરીના મગજમાંથી 296 સિસ્ટ દૂર કર્યા હતા.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને આપી ભેટ, જાણો કેટલું મળશે બોનસ?

Back to top button