ભારતીય વાયુસેનાના સુવર્ણ ઈતિહાસમાં આજે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાયુસેનાએ આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. અહીં એર કોમોડોર સંજય શર્મા તેમની પુત્રી ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા સાથે ઇન-ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. આ સાથે તેઓ ભારતીય વાયુસેનામાં આવું કરનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી બની છે.
ફ્લાઈંગ ઓફિસર અનન્યાએ ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન બિદર ખાતે હોક-132 એરક્રાફ્ટના ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. જ્યાં અનન્યા ફાઈટર એરક્રાફ્ટમાં ગ્રેજ્યુએટ થતા પહેલા તેની ટ્રેનિંગ લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેનામાં અગાઉનો એવો કોઈ દાખલો નથી કે જેમાં પિતા અને તેની પુત્રી એક જ મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનનો ભાગ હોય.
Father-daughter duo, Flying Officer Ananya & Air Commodore Sanjay Sharma,created history on May 30 when they flew in same formation of Hawk-132 aircraft at IAF Station Bidar,where Flying Officer Ananya is undergoing her training before she graduates onto superior fighter aircraft pic.twitter.com/dUW4zCmc9V
— ANI (@ANI) July 5, 2022
ઈન્ડિયન એરફોર્સ (IAF) ઓફિસર તેની ફાઈટર પાઈલટ પુત્રી સાથે જોવા મળે છે. એરફોર્સના એક રીલીઝ મુજબ એર કોમોડોર સંજય શર્મા અને તેમની પુત્રી, ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ કર્ણાટકના બિદરમાં હોક સોર્ટી ઉડાવી હતી. IAFએ જણાવ્યું હતું કે, પિતા-પુત્રીની જોડીએ ઇતિહાસ રચ્યો હતો જ્યારે તેઓ હોક-132 એરક્રાફ્ટની સમાન રચનામાં ઉડાન ભરી હતી.