ટ્રેન્ડિંગધર્મ

પિતા-પુત્ર મળીને ચમકાવશે ત્રણ રાશિઓની કિસ્મત, નવા વર્ષમાં થશે ધનવર્ષા

Text To Speech
  • પિતા-પુત્ર એટલે કે સૂર્ય અને શનિ ભેગા મળીને 2025ના નવા વર્ષમાં અનેક રાશિઓનું ભાગ્ય ચમકાવી દેશે, જાણો કોણ છે એ લકી લોકો?

HD ન્યુઝ ડેસ્કઃ નવા વર્ષમાં કર્મફળ દાતા શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવનું આ ગોચર 29 માર્ચ 2025ના રોજ થશે. આ સમય દરમિયાન ચૈત્ર અમાવસ્યાના દિવસે 2025નું પ્રથમ સૂર્યગ્રહણ પણ થશે. આવી સ્થિતિમાં શનિ ગોચર અને સૂર્યગ્રહણ મળીને એક દુર્લભ સંયોગનું નિર્માણ કરશે. જે ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. જાણો એ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેનું ભાગ્ય પિતા સૂર્ય અને પુત્ર શનિ સાથે મળીને ચમકાવશે.

મિથુન (ક,છ,ઘ)

વર્ષ 2025માં થનારા શનિ ગોચર અને અને સૂર્યગ્રહણની અસરથી મિથુન રાશિના જાતકોને લાભ થશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. ઉપરાંત આ લોકોને વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત ઓફર મળશે, જેનાથી તેમનું મન ખુશ રહેશે. આ સિવાય અવિવાહિત મિથુન રાશિના લોકોને લગ્નના પ્રસ્તાવો મળશે. તેમજ નોકરીયાત લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે.

પિતા-પુત્ર મળીને ચમકાવશે ત્રણ રાશિઓની કિસ્મત, નવા વર્ષમાં થશે ધનવર્ષા hum dekhenge news

ધન (ભ,ફ,ધ,ઢ)

સૂર્યગ્રહણ અને શનિના રાશિ પરિવર્તનથી ધન રાશિના જાતકો માટે નવું વર્ષ સારું રહેશે. આ લોકોના જીવનમાંથી આર્થિક તંગી દૂર થવા લાગશે. ઘણા આર્થિક લાભ અને પ્રગતિની તકો પણ મળશે. ધનુ રાશિના લોકોની રોજિંદી આવકમાં વધારો થશે, જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. વ્યવસાયમાં કોઈ નવી યોજનાનો સફળતાપૂર્વક અમલ કરી શકશો. વૈવાહિક જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર (ખ,જ)

મકર રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો દુર્લભ સંયોગ સકારાત્મક પરિણામો લાવશે. આ લોકોને 2025માં પહેલેથી જ રોકાણ કરેલા નાણાંમાંથી જંગી વળતર મળવાની શક્યતા છે. આ સિવાય પૈતૃક સંપત્તિમાં વધારો થશે. બીજી તરફ લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં થોડી રાહત મળી શકે છે. મકર રાશિના વેપારીઓના અટકેલા કામ પુરા થશે. આ સિવાય વિવાહિત જીવનમાં પ્રેમ વધશે.

આ પણ વાંચોઃ સનાતનની શરણમાં જ દોસ્ત બની ગઈ રશિયા અને યુક્રેનની મહિલા સંત, જાણો કેટલા વર્ષથી સાથે

આ પણ વાંચોઃ શનિ-શુક્રની યુતિથી ત્રણ રાશિઓને થઈ જશે મોજ, 2025 પહેલા જ લોટરી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button