આણંદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત, 6 લોકોના મૃત્યુ
- લક્ઝરી બસને ટ્રકે પાછળથી મારી ટક્કર મારી છે
- અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા
- પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી
આણંદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે તથા અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થતા સ્થાનિકો મદદે આવી પહોંચ્યા છે. જેમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત થયો છે. તેમાં લક્ઝરી બસને ટ્રકે પાછળથી મારી ટક્કર મારી છે.
આ પણ વાંચો: ગુજરાત: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમની વિગત
અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા
ટાયર ફાટતા ઉભેલી બસને જોરદાર ટક્કર વાગી છે. જેમાં અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જોકે હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મળેલ જાણકારી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી.
પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી
આ ઘટનામાં 6 લોકો કચડાઇ જતાં તેમના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.