ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 મહિલાઓના મૃત્યુ 18 ઈજાગ્રસ્ત
- 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા
- મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાતના ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ચાર સગા દેરાણી-જેઠાણીના મોત થયા છે તેમજ 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત
આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે ચોટીલા નજીક આવેલા સ્થળ પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
આ ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા પર લોકોનો ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માતમાં લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે, આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ટ્રાફિકને કંટ્રોલ કરી ફરી રસ્તો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: શિયાળામાં લસણના વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું