કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી
Video : રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત : ટ્રકે ટક્કર મારતા રિક્ષાનો બુકડો બોલ્યો, 6ના મૃત્યુ


રાજકોટ, 25 ફેબ્રુઆરી : રાજકોટ – અમદાવાદ હાઈવે ફરી એકવાર રક્તરંજીત થયો છે. સાંજે રાજકોટથી લગ્નપ્રસંગે ચોટીલા તરફ જતા પરિવારની રિક્ષાને ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના 4 સહિત કુલ 6 વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકો પૈકી 4 સભ્યો જામનગરના રહીશો હતા તેમજ અન્ય બે રાજકોટના રહેવાસીઓ હતા. આ મૃતકોમાં 1 આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
મૃતકોના નામની યાદી
- શારદાબેન જીણાભાઈ નકુમ (ઉ.વ.60)
- યુવરાજ રાજુભાઈ નકુમ (ઉ.વ.30)
- વેદાંશી સાગરભાઈ સોલંકી (આઠ મહિના)
- નંદનીબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.20)
- ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.22)
- શીતલબેન યુવરાજભાઈ નકુમ (ઉ.વ.28)
- આનંદ વિક્રમભાઈ સોલંકી (ઘાયલ)
હાઈવે ઉપરનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે
મહત્વનું છે કે, આ જ્યાં અકસ્માત થયો છે તે રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપરનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે પણ ગોકળગાય ગતિએ ચાલી રહેલા આ કામને કારણે અનેક અકસ્માત સર્જાય રહ્યા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં આજે 6 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો :- ભુજની બેન્કોમાં આવતી 8.37 લાખની ખોટી કરન્સી નોટોની ઉચાપત થઇ