ગાંધીનગર નજીક ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 2 યુવાનોના મૃત્યુ
- લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક ઘટના બની
- કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
- બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ નજીક નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
કારના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
આ દુર્ઘટનામાં બે યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ નજીક પૂરપાટ દોડતી કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતીઓ દેશમાં ટ્રાફિક નિયમ ભંગ કરવામા જાણો કેટલા ક્રમે