નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત: 30 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત

નંદુરબાર, 9 નવેમ્બર, 2025: સવારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આશરે 30 વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જઈ રહેલી એક સ્કૂલ બસ અચાનક કાબૂ ગુમાવીને 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
બસ મોલગી ગામથી અક્કલકુવા તરફ જઈ રહી હતી ત્યારે આમલિબારી પરિસરમાં બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
એક વિદ્યાર્થીનું મોત
આ ભયાનક અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અક્કલકુવા ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયા છે.
महाराष्ट्र में बड़ा हादसा, 150 फीट गहरी खाई में गिरी स्कूल बस#maharashtra #nandurbar #schoolbus #Accident pic.twitter.com/8fLOPYeaPT
— Hiren Joshi (@HirenJoshiGS) November 9, 2025
ખીણમાં ખાબકતાં જ બસનો કચ્ચરઘાણ
ખીણમાં ખાબકતાં જ બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહિવટી તંત્રની ટીમ સ્થળ પર દોડી આવી છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા છે. નંદુરબારના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો, તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












