ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામમાં ભયંકર અકસ્માત, બસ અને ટ્રકની ટક્કરમાં 14ના મૃત્યુ

Text To Speech

આસામ, 03 જાન્યુઆરી : આસામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 14 લોકોના મૃત્યુ થયા. રાજ્યના ગોલાઘાટ જિલ્લામાં અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકનિક માટે તિલિંગા મંદિરે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.

આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે બાલીજાન ગામમાં થયો હતો. અકસ્માત સમયે બસમાં 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ સવારે 3 વાગ્યે અઠખેલિયાથી બોગીબીલ પિકનિક માટે જવા નીકળ્યા હતા. આ દરમિયાન સવારે લગભગ 5 વાગ્યે માર્ગેરિટા તરફથી આવતી કોલસાની ભરતીની ટ્રક બસ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને JMCH લઈ ગયા, જેમાંથી ઘણા મુસાફરોની હાલત ગંભીર છે.

ટીલિંગા મંદિરે પિકનિક પર જઈ રહ્યા હતા

પોલીસનું કહેવું છે કે બસમાં સવાર તમામ મુસાફરો પિકનિક માટે તિનસુકિયાના તિલિંગા મંદિર જઈ રહ્યા હતા. ઘાયલોને હાલ જોરહાટ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 14 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, જાણો કયુ શહેર ઠુંઠવાયુ

Back to top button