ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું પુણ્ય મળે છે, જાણો શું છે આજના ઉપવાસનું મહત્ત્વ

Text To Speech
  • જન્માષ્ટમીનું વ્રત શા માટે કરવામાં આવે છે, આજે ઉપવાસ કરવાનું કેમ ખૂબ મહત્ત્વ હોય છે. જાણો કૃષ્ણ જન્મોત્સવના દિવસે ઉપવાસ કરવાની જરૂર કેમ જણાવાઈ છે?

HD ન્યુઝ ડેસ્કઃ આજે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શ્રીમદ ભાગવત, ભવિષ્ય પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ અષ્ટમીના રોજ મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્ર સાથે થયો હતો. આ સંયોજન શોધવું અત્યંત મુશ્કેલ છે અને તે આ તહેવારને શુભ બનાવે છે. આજે જે યોગ બની રહ્યા છે તે આ દિવસનું મહત્ત્વ અનેક ગણું વધારી રહ્યા છે. આજે 26મી ઓગસ્ટે રોહિણી નક્ષત્ર સાથે ધ્રુવ યોગ અને હર્ષણ યોગ પણ રચાયા છે.

જન્માષ્ટમીના વ્રતનું મળે છે અનેકગણું ફળ

જન્માષ્ટમીનું વ્રત ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે આ દિવસે જે વ્રત કરે છે તેને 20 કરોડ એકાદશી વ્રત જેટલું ફળ મળે છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે જે કોઈ આ વ્રત કરે છે તેની 21 પેઢીઓ તરી જાય છે. આ વ્રત કરનારને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

fruits12

ભક્તિમાં કરવાથી આળસથી બચી શકાય છે

જન્માષ્ટમીએ આખો દિવસ શ્રીકૃષ્ણની ભક્તિ, મંત્રજાપ અને પૂજા કરવાની પરંપરા છે. અનાજ ગ્રહણ કરવાથી આળસ વધે છે, અનાજ પચાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. જન્માષ્ટમીએ જો અનાજ ગ્રહણ કરવામાં આવે તો આળસ અને અપચાની સ્થિતિમાં ભક્તનું મન ભક્તિમાં લાગી શકતું નથી. તેથી જન્માષ્ટમીએ અનાજનો ત્યાગ કરવામાં આવે છે. ફળાહાર કરવાથી ભૂખ શાંત થાય છે. ફળાહાર કરવાથી ઓછી શારીરિક મહેનતમાં તે પચી જાય છે. ફળના સેવનથી આળસની સમસ્યા રહેતી નથી. વિચારોમાં પવિત્રતા અને પોઝિટિવિટી રહે છે. ભૂખ શાંત રહે છે. જેથી વ્યક્તિ મંત્રજાપ, તપ અને પૂજા એકાગ્ર થઇને કરી શકે છે.

આ પણ વાંચોઃ નંદ ઘેર આનંદ ભયોઃ દ્વારકા, ડાકોર, શામળાજીમાં વહાલના વધામણાં, જન્માષ્ટમીએ ભક્તોની ભીડ

Back to top button