હાઈવે પર ડ્રાઈવ કરતા પહેલા જાણી લો નવા FasTag નિયમ, નહિતર બે ગણા પૈસા આપવાની તૈયારી રાખજો


HD ન્યુઝ ડેસ્ક : હાઇવે અથવા એક્સપ્રેસ વે પર ડ્રાઇવિંગ કરતા લોકો માટે એક મોટા સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નવા FasTag નિયમ વિશે માહિતી આપવામાં આવી છે. NPCI એ FasTag બેલેન્સ માન્યતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને આ ફેરફાર દરેક યુઝરને અસર કરશે જેમની કારમાં ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલ છે. નવા નિયમની તમને કેવી અસર થશે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ફાસ્ટેગ સંબંધિત નવો નિયમ 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જો તમે FasTag સંબંધિત નવા નિયમોની અવગણના કરો છો, તો તમારે કોડ 176નો સામનો કરવો પડી શકે છે. સાદી ભાષામાં, કોડ 176નો અર્થ છે ફાસ્ટેગ દ્વારા ચુકવણીનો અસ્વીકાર અથવા એરર.
શું છે ફાસ્ટેગનો નવો નિયમ?
NPCI સર્ક્યુલરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જો ફાસ્ટેગ રીડના 60 મિનિટ પહેલા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ છે, તો ટોલ પ્લાઝા પર પેમેન્ટ નહિ થાય. એટલું જ નહીં, જો FasTag વાંચ્યાની 10 મિનિટ પછી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ કરવામાં આવશે.
મતલબ કે ફાસ્ટેગ સ્ટેટસ પર 70 મિનિટની કેપ લગાવવામાં આવી રહી છે, જો તમે સરળ ભાષામાં સમજીએ તો, કેટલાક લોકો ફાસ્ટેગના પહેલા જ રિચાર્જ કરે છે, પરંતુ હવે FasTagને છેલ્લી ઘડીએ રિચાર્જ કરવાથી કંઈ થશે નહીં.
ટોલટેક્સ બે ગણો લાગશે
આ સ્થિતિમાં ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ થાય છે તો તમારે બે ગણો ટોલ આપવો પડશે. બે ગણો ટોલ ભરવાથી બચવું હોય તો ઘરેથી નીકળતા પહેલા જ FasTagનું રિચાર્જ કરો અને સાથે જ કોશિશ કરો કે ફાસ્ટૈગ બ્લેકલિસ્ટ ન થાય.
FasTag બ્લેકલિસ્ટ શું છે?
FasTag બ્લેકલિસ્ટ થવાનો અર્થ છે કે તમારું કાર્ડ સસ્પેન્ડ અથવા નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. બ્લેકલિસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું અને મુખ્ય કારણ ઓછું બેલેન્સ છે.
આ પણ વાંચો : સપ્તાહના છેલ્લા દિવસે પણ બજાર પછડાયુ, સેન્સેક્સ નિફ્ટી ઘટાડા તરફી