ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કાર અકસ્માતમાં બચાવ્યો લોકોનો જીવ

Text To Speech
  • ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સારા ખેલાડીની સાથે સારા વ્યક્તિ પણ છે.
  • કાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના જીવ બચાવ્યા
  • તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો છે

નૈનીતાલ, 26 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ચર્ચામાં છે. એક તરફ તેમણે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તો બીજી તરફ તેણે કાર અકસ્માત બાદ લોકોના જીવ પણ બચાવ્યા છે. વર્લ્ડ કપ પૂરો થયા બાદ તેઓ રજા પર ગયા છે. આ દરમિયાન નૈનિતાલ જતી વખતે તેમણે રસ્તામાં એક કારનો અકસ્માત જોયો હતો. તેઓ તુરંત ઘાયલોની મદદ કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો સમીના વખાણ કરી રહ્યા છે.

શમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, કોઈનો જીવ બચાવીને હું ખૂબ જ ખુશ છું. તેઓ ખૂબ જ નસીબદાર છે, ભગવાને તેમને બીજું જીવન આપ્યું. તેમની કાર મારી સામે નૈનીતાલ નજીકના પહાડી રસ્તા પરથી નીચે પડી હતી. અમે તેમને સલામત રીતે બહાર કાઢ્યા.

શમી ઘાયલોના  હાથ પર પાટો બાંધતા જોવા મળ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે, શમી ઘાયલ વ્યક્તિના હાથ પર પાટો બાંધી રહ્યા છે. શમીએ સફેદ રંગના કપડા અને લાલ રંગની કેપ પહેરી હતી. આ સમય દરમિયાન ઘણા લોકો ઘટના સ્થળે ઉભા હતા અને એક સફેદ રંગની કાર પણ ઝાડ સાથે અથડાયેલી જોવા મળી રહી છે.

વર્લ્ડ કપમાં વિસ્ફોટક પ્રદર્શન

શમીએ તાજેતરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપ પૂરો થયા બાદ તેઓ રજાઓ પર ગયા છે. નૈનીતાલ જતી વખતે શમીએ આ કાર અકસ્માત જોયો અને પછી મદદ માટે આગળ આવ્યા હતા.

આ પણ વાંચો, હમાસે યુદ્ધ વચ્ચે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 17 બંધકોને કર્યા મુક્ત

Back to top button