લાઈફસ્ટાઈલ

ચોમાસામાં આ રીતે કરો ડ્રેસની પસંદગી, મળશે કૂલ અને કમ્ફર્ટેબલ લુક

Text To Speech

ચોમાસાની ઋતુમાં કપડાંની પસંદગી કરવી ખુબ જ અઘરી છે એવામાં ડાર્ક કલરના ફ્લોરલ પ્રિન્ટ વાડા જ્યોર્જેટ , કોર્ટન અને નાઈલોનના કપડાંની પસંદગી કરવાથી તમે ચોમાસા માં કોમ્ફર્ટેબલ  રહી શકો છો. અને તે એક સારા લૂક માટેની બેસ્ટ પસંદગી  છે

ચોમાસામાં ફેશન માટેની કેટલીક ટિપ્સ

ચોમાસામાં વરસાદ આવવો આ એક સાધારણ વસ્તુ છે. આ ઋતુમાં વરસાદ કયારે શરુ થાય તે નક્કી હોતું નથી ,ઘરેથી નીકળો ત્યારે ક્યારે અચાનક વરસાદ શરુ થઈ જાય તો ક્યારેક ઇચ્છતા  ના હોવા છતા પલળવું પડે છે. આવા વાતાવરણમાં કોમ્ફોર્ટબલ રહેવું વધારે જરૂરી છે. ચોમાસામાં પણ લોકો પોતાના પસંદના કપડાં પહેરવાનું ઇચ્છતા હોય છે પરંતુ વરસાદમાં પલળવાથી કેટલાક કપડાંમાં તમને ઘણી મુશ્કેલી અનુભવાય છે. કેટલાક એવા ફેબ્રિક છે જેને પહેરીને તમને ગુડ ફીલિંગ આવશે અને કોમ્ફર્ટેબલ  ફીલ  કરી શકશો.

જ્યોર્જેટ અને શિફોન

જ્યોર્જેટ અને શિફોનના કપડાં દેખાવમાં ઘણા સુંદર અને સાનુકૂળ લાગે છે. તે વજનમાં હલકા અને પાતળા હોવાને કારણે વરસાદમાં પલળવા છતા જલ્દીથી સુકાય જાય છે. પરંતુ પલળવા બાદ ક્યારેક ટ્રાન્સપરન્ટ કાપડ જોવા મળે છે તેથી ચોમાસામાં જ્યોર્જેટ અને શિફોનના કપડાં વિચારીને લેવા જોઈએ.

કોર્ટન

કોર્ટનના કપડાં પહેરવાથી ચોમાસામાં વધારે કમ્ફર્ટ ફીલ કરી શકાય છે. તે એકદમ પાતળું કાપડ હોવાથી પાણીને ઝડપ થી શોષી લે છે. વરસાદમાં પલળવાથી કોર્ટન ઝડપથી સુકાઈ જાય છે તેથી ચોમાસા માટે કોર્ટનના કપડાં એક બેસ્ટ ઓપ્શન છે.

આટલી વાતોને પણ રાખો ધ્યાનમાં …..

નાઈલોન

જો નાઈલોન ફેબ્રિકની વાત કરવામાં આવે તો આ ઓપ્શન ખુબ જ સરસ છે ચોમાસા માટે.નાઈલોન કપડા પર પાણી જલ્દી ટકતું નથી. જેથી તમે જો વરસાદમાં પલળ્યા પણ હશો તો તે જલ્દી સુકાઈ જશે. અને આ ફેબ્રિક પારદર્શી પર નથી હોતું જેથી ચોમાસામાં નાઈલોન બેસ્ટ ઓપ્શન છે.

સ્કૉર્ફની મદદ લઇ શકાય

વરસાદમાં બહાર નીકળતી વખતે તમે સાથે સ્કૉર્ફ લઇ શકો છો. જેથી જો તમે વરસાદમાં પલળો છો. ત્યારે એ તમને મદદે આવી શકે છે. જો તમે ટ્રાન્સપરન્ટ કપડા પહેર્યા છે તો સ્કૉર્ફથી તમે કવર કરી શકશો. જેથી ચોમાસામાં બહાર નીકળતી વખતે સ્કૉર્ફનો ઓપ્શન સારો છે

Back to top button