ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડીશું’ : હવે ફારુક અબ્દુલ્લાએ પણ આપ્યો INDIA એલાયન્સને જાકારો

જમ્મુ-કાશ્મીર, ૧૫ ફેબ્રુઆરી : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના(National Conference) ચીફ ફારૂક અબ્દુલ્લાએ(Farooq Abdullah) NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથે વાત કરતા ફારુકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે.

ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં કહ્યું, “હું સમજું છું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજાશે. જ્યાં સુધી સીટ શેરિંગ ફોર્મ્યુલાનો સવાલ છે, તો ‘નેશનલ કોન્ફરન્સ’ એકલા હાથે ચૂંટણી લડશે. દેશના નિર્માણ માટે મારે જે પણ કરવું પડશે તે કરીશ. વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ ફોન કરે ત્યારે તેઓ વાત કરવા માંગતા નથી.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરીશું નહીં. NDAમાં સામેલ થવા અંગે તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં NDAમાં જોડાવાની શક્યતાને નકારી શકીએ નહીં. તેમણે કહ્યું કે ઈન્ડિયા એલાયન્સમાં(India Alliance) સીટ શેરિંગ પર વાતચીત નિષ્ફળ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અગાઉ પશ્ચિમ બંગાળના(west bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ(Mamta Banerjee) રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અગાઉ, TMC દ્વારા કોંગ્રેસને બે બેઠકોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ પછી, TMCએ રાજ્યની 42 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

AAP પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે

આ સિવાય આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. અગાઉ AAP દ્વારા કોંગ્રેસને 6 સીટોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં વાતચીત નિષ્ફળ ગઈ હતી. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસને માત્ર એક જ સીટની ઓફર કરવામાં આવી છે, તેના માટે પણ કોંગ્રેસ પાર્ટીને થોડા જ દિવસોનો સમય આપવામાં આવ્યો છે. જો પાર્ટી પોતાનો નિર્ણય જલ્દી નહિ જણાવે તો, APP તમામ સાત સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

જયંત ચૌધરી ઇન્ડિયા એલાયન્સથી અલગ થયા

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ઈન્ડિયા એલાયન્સ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે. જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ એલાયન્સમાંથી અલગ થઈ ગઈ છે. તેમણે NDAમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી છે, જે અંગે કોંગ્રેસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી.

BAPS માત્ર અબુધાબીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિંદુ મંદિરો કેમ બનાવી રહ્યું છે?

શું સોનિયા ગાંધીએ દીકરી પ્રિયંકા માટે રાયબરેલી બેઠક ખાલી કરી, કે પછી અન્ય કોઈ વ્યૂહરચના?

Back to top button