દ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત, શું આગામી દિવસની આગાહી ?
ગુજરાતમાં નવરાત્રિ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસા જેવા વરસાદ પડી રહ્યો છે. જો કે ચોમાસાની વિદાય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હજી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં બીજા દિવસે પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
વડોદરા, આણંદ અને વલસાડના વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ આગામી 2થી3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સિહત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા કરવામાં આવી છે. જો કે આવતી કાલે એટલે કે 9 ઓક્ટોબરે વરસાદની શક્યતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
આ પણ વાંચો : સાબરકાંઠાના આઠ માંથી છ તાલુકામાં વરસાદ,પ્રાંતિજમાં બે તો તલોદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
પાકોને નુકસાન થવાની ભીતિ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગામી 2થી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદનું ઝાપટું આવતા મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો હતો.
સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી
વાતાવરણમાં ભેજ લાગતા અને વાતાવરણ ઠંડુ બનતા સામાન્ય લોકોને રાહત મળી હતી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વરસાદના કારણે ડાંગર, કપાસના ખેડૂતોને વધુ નુકસાન ભોગવવું પડશે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અચાનર વરસાદ પડતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પ્રધાનમંત્રીના આગમનની ચાલતી તૈયારી ઉપર વરસાદ વિઘ્નરૂપ બન્યો છે. તમને જણાવી દઈએ કે સભા સ્થળે પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો, અમદાવાદ સહિત સુરત, ભાવનગરમાં મેઘમહેર થઇ