ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

Text To Speech
  • વાતાવરણ પલ્ટાની સ્થિતિએ ખેતીપાકમાં નુકશાન થવાની સંભાવનાઓ
  • વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી
  • સવારથી વાતાવરણમા એકાએક પલ્ટો આવ્યા બાદ આકાશમા વાદળોની સંતાકુકડી

ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે. જેમાં પરોઢે આંશિક ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી જોવા મળી છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો મિશ્ર દોરથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. જેમાં ઘુમ્મસને લઇને કમોસમી વરસાદ થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પ્રગટી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ

વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી

વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી દર્શાવી છે. ચરોતર પ્રદેશમા સવારથી વાતાવરણમા એકાએક પલ્ટો આવ્યા બાદ આકાશમા વાદળોની સંતાકુકડી રચાવા સાથે રાત્રિથી માંડીને વહેલી પરોઢ સુધી ઠંડી વચ્ચે ધુમ્મસની ઘેરાબંધી, દિવસે આંશિક ગરમીને લઇને રહીશોમા વાયરલ ડીસીઝ સહિત સ્વાસ્થ્ય સમસ્યાઓ વકરી છે. જયારે વાદળોની ઘેરાબંધી, ઘુમ્મસને લઇને કમોસમી વરસાદ થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પ્રગટી છે. મીટીરીયોલોજી વિભાગે આણંદ-ખેડા જિલ્લા સહિત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમા હવામાન પલ્ટા, વાદળછાયી સ્થિતિ વચ્ચે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી દર્શાવી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ-લઘુત્તમ ઉષ્ણતામાનમાં વધારાને લઇને ઠંડીમા નોધપાત્ર ઘટાડો સર્જાઇને તેનુ સ્થાન આંશિક ગરમીએ લીધુ છે.

વાતાવરણ પલ્ટાની સ્થિતિએ ખેતીપાકમાં નુકશાન થવાની સંભાવનાઓ

જોકે હવામાન વિભાગનની આગાહી અનુસાર પરોઢથી ચરોતરના આકાશમા ધુમ્મસછાયા માહોલ વચ્ચે વાદળોની આવનજાવન રચાતા જનજીવન ઉપર હવામાન પલ્ટાની અસરો વર્તાઇ રહી છે. વાદળીયા માહોલ તેમજ ઠંડી વધવાની શક્યતાઓ વચ્ચે માવઠુ થવાની દહેશતે ધરતીપુત્રોને પુનઃ એક વખત ચિંતા ઘેરી વળી છે. હાલમાં શિયાળુ વાવેતર પુર્ણતાની અવસ્થાએ હોઇ સંભવિત કમોસમી વરસાદ અને વાતાવરણ પલ્ટાની સ્થિતિએ ખેતીપાકમાં નુકશાન થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.

Back to top button