ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાં ‘સ્મોક એટેક’ની આરોપી નીલમના સમર્થનમાં ખેડૂતો કરશે દેખાવો

  • હરિયાણાના જિન્દની ખાપ પંચાયતે નીલમને સમર્થન આપ્યું છે
  • આજે જિન્દમાં જ ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે
  • નીલમે જે કર્યું તે યોગ્ય હતું-ખેડૂત નેતા આઝાદ પાલવ

રોહતક, 14 ડિસેમ્બર: દેશની સંસદમાં સુરક્ષા ભંગના મામલામાં હરિયાણાના જિન્દની એક મહિલા નીલમની ધરપકડ કરવામાં આવી છે. જો કે હરિયાણાના ખેડૂતો નીલમના સમર્થનમાં આવ્યા છે. આજે જિન્દમાં જ ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોનું કહેવું છે કે, જો નીલમને વહેલી તકે છોડવામાં નહીં આવે તો તેઓ જિન્દની ઐતિહાસિક જમીન પરથી મોટો નિર્ણય લેશે. સવારે 11 વાગ્યે જીંદના ઉચાના ખાતે ખેડૂતો એકઠા થશે. ખેડૂત નેતા આઝાદ પાલવનું કહેવું છે કે, નીલમે જે કર્યું તે યોગ્ય હતું. કારણ કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે. જિન્દના ઉચાના ખાતે સવારે 11 વાગ્યે ખેડૂતો એકઠા થશે.

મળતી માહિતી મુજબ, હરિયાણાના જિન્દમાં ખાપ પંચાયતે નીલમને સમર્થન આપ્યું છે. પંચાયત કહે છે કે, નીલમે જે કર્યું તે સાચું હતું. તેઓની માંગ છે કે સરકાર નીલમને જલ્દી મુક્ત કરે. અન્યથા આજે જીંદમાં પંચાયત બોલાવવામાં આવશે અને મંથન કરવામાં આવશે. નીલમ એક શિક્ષિત અને સંસ્કારી છોકરી છે. તે ત્રણ કાળા કાયદાના વિરોધમાં ખેડૂતોના સમર્થનમાં આવી હતી. નીલમે જંતર-મંતર ખાતે ખેલાડીઓની હડતાળમાં પણ ભાગ લીધો હતો. હવે બેરોજગારીના મુદ્દે લડાઈ લડી રહી છે.

નીલમ કોણ છે

નીલમ હરિયાણાના જિન્દ જિલ્લાના ખુર્દ ઘાસો ગામની રહેવાસી છે. હાલમાં 42 વર્ષીય નીલમ હિસારના પીજીમાં રહેતી હતી. નીલમ હિસારમાં હરિયાણા સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેમને રાજકારણમાં ખૂબ રસ છે. ધરપકડ બાદ નીલમે કહ્યું હતું કે, તે બેરોજગારી સામે અવાજ ઉઠાવી રહી છે અને કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં નીલમ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી લલિતની શોધ ચાલી રહી છે.

સંસદ ભવનની સુરક્ષાનો ભંગ કરવાના મામલામાં દિલ્હી પોલીસે UAPA અને IPCની કલમ 120B, 452 હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ચારેય આરોપીઓની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, કોઈપણ વિરોધ અથવા રેલી સહિતની અગાઉની પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી અને ગઈકાલની ઘટના પહેલા તેઓ સંસદમાં ગયા હતા કે કેમ તે સહિત વિવિધ મુદ્દાઓની તપાસ કરશે. તપાસમાં તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને ઈતિહાસની તપાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો, લોકસભામાં કૂદકો મારીને ભય ફેલાવનાર કોણ હતા? થઈ ઓળખ, જાણો તે ક્યાંના છે?

Back to top button