ટોપ ન્યૂઝસ્પોર્ટસ

BCCI ના નવા પ્રમુખ રોજર બિન્ની છે કોણ ? 1983 વર્લ્ડકપમાં હતો મહત્વનો રોલ

Text To Speech

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખ બન્યા છે. મંગળવારે બોર્ડની AGM માં ​​બિન્નીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું છે. BCCIની AGM મુંબઈની તાજ હોટલમાં થઈ હતી. આ બેઠકમાં સેક્રેટરી જય શાહ, ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ સિંહ ધૂમલ અને રોજર બિન્ની પણ હાજર હતા.

BCCI પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કરનાર 67 વર્ષીય બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેમણે બિનહરીફ ચૂંટણી જીતી હતી. બિન્ની તેમના તાજેતરના કાર્યકાળમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા અને હવે તેઓ BCCIના અધ્યક્ષ બન્યા બાદ રાજ્ય સંસ્થામાંથી રાજીનામું આપશે.

Roger Binny
Roger Binny And Sourav Ganguly

ટીમ ઈન્ડિયા માટે રમનાર પ્રથમ એંગ્લો ઈન્ડિયન

રોજર બિન્ની, 67, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી છે. તેમનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. બિન્ની ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પ્રથમ એંગ્લો-ઈન્ડિયન ખેલાડી હતા. રોજર બિન્નીએ કર્ણાટક ટીમ માટે 1977માં કેરળ સામે 211 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું નામ ચાલવા લાગ્યું. ઓલરાઉન્ડર બિન્નીએ 1979માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ભારતીય ટીમ માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે. રોજર બિન્નીએ તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 9 ઓક્ટોબર 1987ના રોજ રમી હતી.

1983 વર્લ્ડ કપમાં સૌથી સફળ બોલર

રોજર બિન્ની વર્લ્ડ કપ વિજેતા 1983માં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા. તેણે ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિન્ની વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ ટૂર્નામેન્ટમાં 18 વિકેટ લીધી હતી.

2000માં ભારત અંડર-19 કપ જીત્યો

રોજર બિન્ની ભારતીય ક્રિકેટમાં અનેક પદો પર રહી ચૂક્યા છે. વર્ષ 2000માં, બિન્નીએ ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના કોચ તરીકે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી, બિન્ની 2007માં પશ્ચિમ બંગાળ ટીમના મુખ્ય કોચ બન્યા.

આ પણ વાંચો : ‘અહીં કોઈ કાયમી નથી….જાણો-ગાંગુલીએ BCCI ચીફના પદ પરથી રાજીનામા બાદ શું કહ્યું?

Back to top button