ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 થી 15 માર્ચ માટે ખેડૂતોને આપી ચેતવણી

Text To Speech

એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. સાથે વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. આ વચ્ચે હવામાન વિભાગે 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે.

ahmedabad rain

ખેડૂતો માટે શું આપી ચેતવણી

આગામી દિવસોમાં રાજ્યમાં ઉ.ગુજરાત, દ.ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સરકારે ખેડૂતોને પણ ચેતવણી આપી છે. તેમજ ખેડૂતોને તૈયાર થયેલા પાકને ખુલ્લી જગ્યા પરથી સલામત જગ્યાએ ખસેડવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યમાં ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદના એંધાણ

હવામાન વિભાગે સોમવારે 13 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

GUJ_RAIN_HUM DEKHENGE NEWS

તો આગામી દિવસમાં 14 માર્ચના દ.ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ પવન સાથે 15 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, ભાવનગર,પોરબંદર, કચ્છમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain

રાજ્યમાં ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ વાતાવરણ ચોમાસા જેવું સર્જાયું છે. વાદળછાયું વાતાવરણ સક્રિય થતાં ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળામાં પણ બેવડી ઋતુનો અનુભવ થતો હતો અને ઉનાળામાં પણ બેવડી ઋતુ જોવા મળી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે અને કૃષિ પાકને પણ નુકસાન થઇ રહ્યું છે.

આ પણ વાંચો : ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Back to top button