ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ખેડૂતોની માઠી દશા બેઠી, તૈયાર પાકને ગૌશાળામાં આપવો પડ્યો

Text To Speech

ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદમાં પાકને નુકશાન, વાદળછાયા વાતાવરણને લઇ પાકના ઉતારા પર અસર અને હવે ખેડૂતોના પાકનો ભાવ ના આવતા ખેડૂતોને પોકે રડવાનો વારો આવ્યો છે. આણંદ પંથકના કોબીજ પકવતા ખેડૂતોને પાકનો ભાવ ન મળતા કફોડી હાલત થવા પામી છે. ગત વર્ષે એક કિલો કોબીજનો ભાવ 15 રૂપિયા બોલાયો હતો આ વખતે એક મણ કોબીજનો ભાવ 15 રૂપિયા બોલાયો છે જેને લઇ ખેડૂતોએ પાક પાછળ કરેલ ખર્ચ પણ નીકળી શક્યો નથી જેને લઇ ખેડૂતોને નાછૂટકે કોબીજના પાકને ગૌશાળામાં આપવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 26 જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર ઝડપાયા

કોબીજનો ભાવ એક મણે માત્ર 15 રૂપિયા બોલાઈ રહ્યો છે

આણંદ તાલુકાના નાવલી ગામના ખેડૂતો દર વર્ષે કોબીજનું વાવેતર કરતા હોય છે. અને તેમને ઉત્પાદન થતાં મહેનત પ્રમાણેના નાણાં મળતા હોય છે. અહીંયાની કોબીજ મીઠી હોઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી જતી હોય છે. ગત વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ કોબીજના પાકનો ભાવ 15 રૂપિયા કિલો મળ્યો હતો. ત્યારે આ ખાતે મોંઘાભાવના બિયારણ અને ચાર માસની મહેનત બાદ કોબીજનો ભાવ એક મણે માત્ર 15 રૂપિયા બોલાઈ રહ્યો છે. જેને લઇ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નથી મળી રહ્યો જેને લઇ બીજી વાવણીને લઇ ખેતરો ખાલી કરવાના હોવાથી કોબીજના પાકને પશુઓના હવાલે અથવા ગૌશાળામાં આપી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જમીનોના ભાવ રોકેટ ગતિએ વધશે, જાણો ઔડાનો નવો ડેવલોપમેન્ટ પ્લાન

ખેતરમાં ઉભો મોલ પશુઓને ખવડાવી દેવા મજબૂર બન્યા

આણંદનું નાવલી ગામ એટલે કોબીજ ફલાવરની ખેતીમાં અગ્રેસર ગામ વર્ષોથી અહીંના ખેડૂતો કોબીજ ફલાવરની ખેતી કરે છે. પરંતુ આ વર્ષે અહીંના ખેડૂતોને કોબીજના ભાવ ન મળતા ખેડૂતો ખેતરમાં ઉભો મોલ પશુઓને ખવડાવી દેવા મજબૂર બન્યા છે. અહીંની કોબીજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી જાય છે. પરંતુ ભાવના કારણે અહીંના ખેડૂતોના અરમાન અધૂરા રહી ગયા છે. તથા એક વીઘા કોબીજમા અંદાજિત 27 થી 30 હજારનો ખર્ચ થાય છે. જેની સામે આજે કોબીજ એક રૂપિયે કિલો વેચાય છે અને ખેડૂતોને દેખીતાની 17 હજાર જેટલી ખોટ થાય છે. એટલે ખેડૂતોએ કંટાળીને ખેતરો ખાલી કરવા કોબીજને પશુઓને હવાલે કે પછી પાંજરાપોળમાં આપી રહ્યા છે.

Back to top button