રાજ્યમાં ડુગળીના ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોને મોટુ નુકશાન પહોંચી રહ્યું હતુ. ત્યારે કેન્દ્ર સરકાર ડુગળી પકવતા ખેડૂતોની મદદે આવી છે. કેન્દ્ર સરકારે નાફેડને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાનો આદેશ આપ્યો છે. રાઘવજી પટેલે કેન્દ્રીય મંત્રીઓ સાથે સંકલન કર્યા બાદ આ નિર્ણય લીધો છે. જેમાં સૌરાષ્ટ્રની 4-5 એપીએમસી માંથી ડુગળીની ખરીદી કરવામા આવનાર છે.
નાફેડ ખેડૂતો પાસેથી 9 રૂપિયે કિલો ડુંગળી ખરીદશે
આજે નાફેડ ભાવનગરના (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાફેડ ખેડૂતો પાસેથી 9 રૂપિયે કિલો ડુંગળી ખરીદશે તેમ જાણવા મળી રહ્યું છે. જેના કારણે માર્કેટ યાર્ટમાં ખેડૂતો મોટા પ્રમાણમાં ડુગળી લઈને પહોંચી ગયા હતા પરંતુ કેટલાક સ્થળે ડુગળીની ખરીદી શરુ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
આ જગ્યાએ ખરીદી શરુ ન થઈ
રાજ્યમાં ડુગળીના ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને નાફેડે આજથી 3 કેન્દ્ર પર ડુંગળી ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગોંડલ, પોરબંદર અને મહુવામાં નાફેટ દ્વારા ખરીદી કરવાની જાહેરાત કરવામા આવી હતી. ત્યારે આજે ગોંડલને બદલે રાજકોટ APMCમાં ખરીદી શરૂ કરી હતી. ડુગળીની ખરીદી માટે રાજકોટ યાર્ડમાં અલગ અલગ બોર્ડ મારવામાં આવ્યા છે. હરાજીના સ્થળે જ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના મહુવામાં પણ ડુંગળી ખરીદી માટે તૈયારીઓ આદરાઇ હતી. મહુવામાં અલગથી 3 કેન્દ્રો શરૂ કરીને ડુંગળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે આજે સવારે જાહેરાત કરવા છતા નાફેડના અધિકારીઓ ન આવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પોરબંદર APMCમાં પણ જાહેરાત છતાં વ્યવસ્થા નહીં હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર APMCમાં નાફેડના અધિકારીઓ ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા.
આ પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની હાજરીથી લોકોમાં બમણો ઉત્સાહ, મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઊમટ્યા