ગુજરાતટોપ ન્યૂઝ

ડુંગળી વેચતા ખેડૂતો રડ્યાં, 472 કિલો ડુંગળી વેચી આવકની જગ્યાએ ખોટ કરી રૂ.131 ભર્યા

Text To Speech

ગુજરાતમાં ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રડવાના દિવસો આવ્યા છે. જેમાં જામનગરમાં એક ખેડૂતને 166 કિલો ડુંગળી વેચ્યા બાદ માત્ર રૂ.10 ચૂકવાયા હતા. ત્યારે હવે રાજકોટમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 472 કિલો ડુંગળી માર્કેટયાર્ડમાં વેચનારા ખેડૂતને એક રૂપિયો ન મળ્યો ઉપરથી સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લીધો 

સરકાર ખેડૂતોની જાણે મજાક ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી

રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવકને લઈ મોટા મોટા બણગાં ફૂંકી રહી છે. ત્યારે વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળી રહી છે. સરકાર ખેડૂતોની જાણે મજાક ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈએ પહેલી માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને વેચવા આવ્યા હતા અને એક મણનો ભાવ રૂ.21 લેખે પૈસા ચૂકવાયા. આમ ડુંગળી વેચવાના તેમને રૂ.495 મળ્યા હતા. જોકે સામે ટ્રકનું ભાડું રૂ.590 અને ઉતરાઈ ખર્ચ રૂ.36 મળીને ખરાજત રૂ.626 થઈ જતા તેમને સામેથી રૂ.131 ચૂકવવા પડ્યા હતા.

આ પણ વાંચો: નવો નિયમ: વીમા વિના વાહન પકડાશે તો લાગશે દંડ 

મણનાં 200 જેટલાં ભાવ આવે તો જ અમારો ખર્ચ અને રોકાણ નીકળી શકે

જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયા તથા તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. જેના તેમને માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. આ બાબતે સવજીભાઈ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. ખર્ચ બાદ કરતાં 166 કિલો ડુંગળીનાં રૂપિયા 10 હાથમાં આવેલ હતાં, જો મણનાં 200 જેટલાં ભાવ આવે તો જ અમારો ખર્ચ અને રોકાણ નીકળી શકે તેમ છે.

Back to top button