ખેડૂતો આનંદો: હવે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરે નહી જવું પડે, કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત
ગુજરાત ભરના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા કે ઠંડીમાં રાત્રે વીજળી આપવાને બદલે દિવસે આપવામાં આવે જેથી ખેડૂતોને રાત્રે કડકડતી ઠંડીમાં પિયત માટે ખેતરે જવુ ન પડે, ત્યારે આજે કૃષિમંત્રીના આ નિર્ણયથી હવેથી ખેડૂતોને કડકડતી ઠંડીમા રાત્રે ખેતરે કામ કરવા જવું નહીં પડે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન
રાજકોટમાં આવેલા રાજ્યના કૃષિ મંત્રીમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવયુ હતુ, ‘કે રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.જે અંતર્ગત પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને આ લાભ આપવામાં આવશે. જેથી ટૂંક સમયમાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને રાત્રે કડકડતી ઠંડીમાં ખેતરે જવાથી છૂટકારો મળશે. જ્યારે અન્ય બે તબક્કાનું કામ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે.
જંગલ વિસ્તારમાં ખેડૂતોને જંગલી પ્રાણીનો ડર
ગુજરાતના જંગલી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓનો વધુ ડર હોય છે. ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવા માટે જીવના જોખમે અનેક તકલીફો વેઠીને પણ ખેતી કરવા માટે રાત્રે ખેતરમાં જવુ પડતું હોય છે. તેમજ જંગલ વિસ્તારમા ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય છે. ત્યારે હવે આવા વિસ્તારમાં ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની જરૂર નહી પડે. રવિ પાકની સિઝનમાં ખેડૂતોને દિવસે વીજળી મળતા ખેડૂતોને મોટી રાહત મળી શકે છે.
છેલ્લા ઘણા સમયથી કરાઈ હતી માંગ
ઉલ્લેખનીય છે કે રવિ સીઝનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી, ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ખેડૂતોને રાત્રે જીવના જોખમે ખેતરે જતા હોય છે. તેમની પર જંગલી પ્રાણીઓ દ્વારા હૂમલો કરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે આ અંગે અનેક રજૂઆતો પણ કરી હતી. જેથી રાજ્ય સરકારે આ મામલે ધ્યાન આપ્યું છે અને રવિ સિઝનમાં દિવસે વીજળી આપવાનું કામ ત્રણ તબક્કામાં કરવામાં નિર્ણ કર્યો છે. જેમાંથી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. જેથી ટૂંક સમયમાં પહેલા જંગલી વિસ્તારમાં રહેતા ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે.
આ પણ વાંચો : નવા વર્ષમાં હાડથીજવતી ઠંડીનો કરવો પડશે સામનો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી