- વીજ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- વધારાના વિજ લોડ પર દંડ ભરવામાંથી મળશે મુક્તિ
- કિસાન સંઘની રજૂઆત બાદ લેવાયો નિર્ણય
કૃષિ વિષયક વીજ ગ્રાહકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવાનું સરકારે જાહેર કર્યું છે. જેથી ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને હવે વધારાના વિજ લોડ પર દંડ ભરવામાંથી મુક્તિ મળશે.
ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય
રાજ્યના ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડતોએ હવે વધારાના વિજ લોડ પર દંડ ભરવામાથી મુક્તી આપવાની જાહેરાત કરવામા આવી છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને આનો લાભ મળી શકશે
કિસાન સંઘની રજૂઆત બાદ નિર્ણય
જાણકારી મુજબ કિસાન સંઘની રજૂઆત બાદ રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે.કિસાન સંઘ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે આ નિર્ણય લેવામા આવ્યો છે. જેના કારણે રાજ્યના અનેક ખેડૂતોને રાહત મળશે.
વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ
જાણકારી મુજબ ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ આપવામા આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે
આ પણ વાંચો : આજથી ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ , વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવી કરાવ્યો શુભારંભ