ગુજરાત

ખેડૂતો આનંદો ! ઉનાળામાં પાક વાવેતર માટે વધારાનું પાણી મળશે

Text To Speech

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલીયન એકર ફીટ વધારાનું પાણી આપવામાં આવશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણી કરવામાં આવી છે.

સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે.

ઋષિકેશ પટેલ-humdekhengenews

આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણી કરાઈ

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે.

ઉનાળામાં પીવાના પાણી માટે પણ વ્યવસ્થા

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યના જે ડેમોમા જૂથ યોજનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે તેવું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : ભર ઉનાળે માવઠાની આગાહી ! જાણો ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ

Back to top button