ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કરશે કૂચ, પંજાબમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત

  • ખેડૂતોને દિલ્હી તરફ આવતા રોકવા પોલીસ પ્રશાસને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: ખેડૂતોનું એક ગ્રુપ તેમની માગણીઓને લઈને આજે રવિવારે ફરી રાજધાની દિલ્હી તરફ કૂચ કરશે. પંજાબના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે કહ્યું હતું કે, તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વાતચીત માટે તેમને કેન્દ્ર તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. એ પણ કહ્યું કે, 101 ખેડૂતોનું એક ગ્રુપ રવિવારે ફરીથી દિલ્હી તરફ કૂચ શરૂ કરશે. ખેડૂતોને દિલ્હી તરફ આવતા રોકવા પોલીસ પ્રશાસને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દિલ્હી-હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રોડ પર સ્પાઇક્સ મુકવામાં આવ્યા છે. ઉપરાંત કોંક્રીટની દિવાલ પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતો વિવિધ માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

 

તમિલનાડુના ખેડૂતો પણ વિરોધ કરવા દિલ્હી આવશે

તમિલનાડુના ત્રિચીમાં સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના રાજ્ય અધ્યક્ષ પી. અય્યાકન્નુએ જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના શાસનકાળ દરમિયાન MS સ્વામીનાથને સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કિંમતના 150 ટકા આપવામાં આવે. કોંગ્રેસ સરકારે રિપોર્ટમાં આપેલા સૂચનોનો અમલ કર્યો નથી. તેથી સમગ્ર ભારતમાં ખેડૂતોએ કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કર્યું અને ભાજપને ટેકો આપ્યો.

 

આ સાથે પી. અય્યાકન્નુએ કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે ભાજપ અમને (જેની ભલામણ કરવામાં આવી હતી) આપશે, પરંતુ છેલ્લા દસ વર્ષથી તેમણે અમને કંઈ આપ્યું નથી. એટલા માટે તેઓ (ખેડૂતો) દિલ્હીમાં લડી રહ્યા છે. અમે પણ દિલ્હી જઈશું અને મરતા સુધી લડીશું. તમિલનાડુના ખેડૂતો દિલ્હી જશે અને અમે MSP અને અન્ય બાબતોને લઈને આંદોલન કરીશું. 16 ડિસેમ્બરે તમિલનાડુમાં રેલવે પર વિરોધ કરશે અને પછી દિલ્હી જશે.

ભાજપના નેતાઓ પંજાબમાં પ્રવેશી શકશે નહીં: ખેડૂત નેતા

શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, ‘કિસાન મઝદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય)નો વિરોધ તેના 300મા દિવસમાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકાર હજુ પણ મક્કમ છે. અમે બીજી મોટી જાહેરાત કરી છે કે અમે પંજાબમાં ભાજપના નેતાઓના પ્રવેશનો વિરોધ કરીશું. અમને ખાતરી નથી પણ અમે સાંભળ્યું છે કે, સૈની (હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની) અને ગડકરી (કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી) અમૃતસર જઈ રહ્યા છે. અમે પંજાબના ખેડૂતોને રાજ્યમાં તેમના પ્રવેશનો વિરોધ કરવા આહ્વાન કરીએ છીએ.

 

દિલ્હી-હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી

ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાત બાદ દિલ્હી-હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે, રસ્તા પર સ્પાઇક્સ મૂકવામાં આવ્યા છે. કોંક્રીટની દિવાલ બનાવવામાં આવી છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરના જણાવ્યા અનુસાર, 101 ખેડૂતોનું જૂથ રવિવારે બપોરે 12 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે.

આ પણ જૂઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની મળી ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ

Back to top button