- ચોમાસું શરૂ થાય ત્યાં સુધી પીવાના પાણની તકલીફ નહીં પડે
- પુરતા પ્રમાણમાં જળાશયોમાં પાણી હોવાથી આ વખતે ચિંતા નથી
- સાબરકાંઠાના જળાશયોમાં સૌથી વધુ પર.43 ટકા પાણી ઉપલબ્ધ
ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં ગત વર્ષ કરતાં 26.09 ટકા વધુ પાણી છે. જેમાં વર્ષ 2022માં ઉનાળાના પ્રારંભે જ 15 જળાશયોમાં માત્ર 16.48 ટકા પાણી હતું. ત્યારે મોટાભાગના ડેમ તળિયા ઝાટક થઈ ગયા હતા. જેમાં આ વખતે ચોમાસું શરૂ થાય ત્યાં સુધી પીવાના પાણની તકલીફ પડશે નહી.
આ પણ વાંચો: રાજયભરમાં ભરઉનાળે મેઘરાજાનું આગમન થતા આ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવ્યો
ઉત્તર ગુજરાતમાં 100 ટકા કરતાં વધુ વરસાદથી મોટાભાગના ડેમ ભરાઈ ગયા
દર વર્ષે ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યાના નામની ચિંતા ઊભી થાય છે. જો કે ગત વર્ષે ઉત્તર ગુજરાતમાં 100 ટકા કરતાં વધુ વરસાદથી મોટાભાગના ડેમ ભરાઈ ગયા હતા. જેના કારણે આ વર્ષે શિયાળામાં સિંચાઈની તકલીફ રહી નથી અને ઉનાળામાં પણ પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં તેવું ચિત્ર જળાશયોમાં પાણીના સ્ટોક પરથી ઉપસી આવ્યુ છે. ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં હાલ 42.57 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશય તળિયા ઝાટક થઈ ગયા હતા અને માત્ર 16.48 ટકા જ પાણી રહ્યુ હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જળાશયોમાં 26.09 ટકા વધુ પાણી હોય લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ મારફતે જળાશયોમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
પુરતા પ્રમાણમાં જળાશયોમાં પાણી હોવાથી આ વખતે ચિંતા નથી
ઉનાળાના પ્રારંભે જ ઉ.ગુ.ના જળાશયોમાં 821 એમસીએમ(મિલિયન ક્યુબિક મીટર) પાણી હોવાથી આ વર્ષે પીવાના પાણીની સમસ્યાઓ ટળી છે. બીજી તરફ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો હોય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. 31 માર્ચની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં આવેલા કુલ 15 જળાશયોમાં 42.57 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થાય છે. ત્યારે હવે ચોમાસાને આડે અઢી મહિના બાકી રહ્યા છે. એપ્રિલ અને મેમાં કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે. ગરમીમાં પાણીનો વપરાશ પણ વધતો હોય છે, પરંતુ પુરતા પ્રમાણમાં જળાશયોમાં પાણી હોવાથી આ વખતે ચિંતા ન હોવાનુ વહીવટી તંત્ર માની રહ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાત: IPL શરૂ થયાની સાથે સટ્ટોડીયાઓ સક્રિય, કારમાં અડ્ડો બનાવ્યો
સાબરકાંઠાના જળાશયોમાં સૌથી વધુ પર.43 ટકા પાણી ઉપલબ્ધ
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના જળાશયોમાં સૌથી વધુ પર.43 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે અરવલ્લીના જળાશયોમાં 52.00 ટકા, મહેસાણાના જળાશયમાં 48.63 ટકા અને બનાસકાંઠાના જળાશયમાં સૌથી ઓછુ 25.50 ટકા પાણી છે. જો કે ગત વર્ષે 31 માર્ચે બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 7.21 ટકા પાણી હતુ તેની સરખામણીએ આ વખતે ત્રણ ગણો વધુ પાણીનો જથ્થો જળાશયોમાં સ્ટોક છે.