અમદાવાદ જિલ્લાના ખેડૂતો આનંદો, કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો પ્રારંભ


અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આજથી અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો પ્રારંભ થયો છે, આ માર્કેટયાર્ડ 365 દિવસ કાર્યરત રહશે. આ માર્કેટયાર્ડ ભાજપ ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બીપીનભાઈ પટેલે બનાવ્યું છે. મીડિયા જોડે વાત કરતાં દસ્ક્રોઇન ધારાસભ્ય બાબુભાઇ જમનદાસ પટેલએ જણાવ્યું હતું કે, ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ચેરમેન બીપીનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આ માર્કેટયાર્દમ,આ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર છે જ્યારે જૂની એપીએમસીમાં નાના રસ્તા હોય શહેરની અંદર હોય તેથી ખેડૂતોને ટ્રેક્ટર, મોટી ગાડીઓ લાવવામાં તકલીફ પડતી હોય છે તો ક્યારેક સ્થાનિકોને પણ તકલીફ પડતી હોય છે. આ એપીએમસી રિંગ રોડ પર બનાવવામાં આવ્યું છે જેથી બધાને અનુકૂળ પણ રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અહિયાં ખેડૂતોને બેંક સહિત એટીએમની સુવિધા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.