ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

ખેડૂતની કિસ્મત ચમકી: ખેતરમાંથી મળ્યો ૭ કેરેટનો હીરો, અધધ કિંમત છે..

Text To Speech

મધ્યપ્રદેશ, ૧૯ નવેમ્બર, જૂના સમયમાં લોકો પાસે બેન્કની સુવિધા નહોતી, તેથી તેઓ પોતાની કિંમતી વસ્તુઓ ગુપ્ત જગ્યાએ સંતાડીને રાખતા હતા. ઘણાં લોકો પોતાની કિંમતી વસ્તુઓ જમીનમાં ખાડો ખોદીને રાખી દેતા હતા. જેથી કોઈ તેને શોધી ન શકે. ત્યારે ઘણીવાર ખેડૂતોને ખેતી કરતાં કે ખોદકામ કરતાં કિંમતી વસ્તુ મળી આવે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ખાણમાં ખોદકામ કરતી વખતે એક ખેડૂત અને તેના સાથીદારોને 7.44 કેરેટનો હીરો મળી આવ્યો છે. ખેડૂત અને તેના સાથીદારોને 3 મહિના પહેલા ખાણમાંથી 16.10 કેરેટનો હીરો પણ મળ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે દિલીપ મિસ્ત્રીએ જરુપુર વિસ્તારમાં ખોદકામ માટે જમીનનો એક ટુકડો લીઝ પર લીધો હતો, તેણે શનિવારે પન્ના ડાયમંડ ઓફિસમાં હીરા જમા કરાવ્યા. ડાયમંડ ઓફિસના અધિકારી અનુપમ સિંહે જણાવ્યું કે આ હીરાને પણ હરાજીમાં મુકવામાં આવશે. સિંહે કહ્યું કે હાલમાં ઓફિસના સ્ટોકમાં 79 હીરા છે, જેનું વજન લગભગ 228 કેરેટ છે અને તેમની કુલ કિંમત લગભગ 3.53 કરોડ રૂપિયા છે. શનિવારે એકત્ર કરાયેલા હીરા સરેરાશ ગુણવત્તાના છે.

ખેડૂત દિલીપ મિસ્ત્રી અને તેના સાથીને ૭ કેરેટ ૪૪ સેન્ટનો હીરો મળી આવ્યો છે. આ હીરાની અંદાજિત કિંમત રૂ. ૨૦ લાખ છે. તેની ૪ ડિસેમ્બરના રોજ હરાજી કરવામાં આવશે. ખેડૂતે જણાવ્યું કે, તેણે લોકડાઉન દરમિયાન પોતાના ખેતરમાં પટ્ટો બનાવીને હીરાનું માઈનિંગ શરૂ કર્યું હતું. જે બાદ તેમને અને તેમના મિત્રને એક ડઝનથી પણ વધારે હીરા મળી ચૂક્યા છે. હાલમાં મળેલો હીરો આ વર્ષનો બીજો સૌથી મોટો હીરો છે. આ પહેલા તેમને ૧૬ કેરેટનો હીરો મળ્યો હતો. જેને ડાયમંડ માઈનિંગ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ હીરાનો આકાર, ગુણવત્તા અને ચમક ઉત્તમ છે.

આ પણ વાંચો…Google Mapsનું આ છુપાયેલું ફીચર જણાવશે AQI લેવલ, આ રીતે કરો ચેક

Back to top button