ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો 20 દિવસથી યુરિયા સહિત ખાતર માટે પરેશાન
- કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળે છે
- ખેડૂતોમાં સરકારની આ નીતી પર ભારે આક્રોશ છવાયો
- પાક માટે હાલ ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી યુરિયા સહિત ખાતરો માટે ખેડૂતો પરેશાન છે. જેમાં શિયાળુ પાકની સિઝન શરૂ થઈ ત્યારે ખેડૂતો ખેતી કરવાને બદલે વહેલી સવારથી સાંજ સુધી ખાતરના ડેપો અને સંઘો પર લાંબી કતારોમાં ખાતર મેળવવા ઊભા રહે છે. કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો યોજાશે, જાણો ક્યારે અને કેટલી ટિકિટ રહેશે
ખેડૂતોમાં સરકારની આ નીતી પર ભારે આક્રોશ છવાયો
ખેડૂતોમાં સરકારની આ નીતી પર ભારે આક્રોશ છવાયો છે. એક તરફ શિયાળુ સીઝન શરૂ થતા ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉં કઠોળ સહિતના પાકો નું વાવેતર કરી ચૂક્યા છે. અને એ પાકને હાલ ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તો બીજી તરફ ખેડૂતો ખાતર માટે ભારે પરેશાન થયા છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તેમાં વેરાવળ, પાટણ, તાલાલા, કોડીનાર, ઉના ગીર ગઢડા, સુત્રાપાડા વગેરે સ્થળોએ હાલ જ્યાં જુઓ ત્યાં બસ એક જ સ્થિતિ છે. ખેડૂતોની લાંબી કતારો જ પોતાને ખાતર ક્યારે મળશે તેની રાહમાં ઉભેલા જોવા મળે છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં 38 પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા
ખેતી પ્રમાણે કોઈને આઠ થેલી દસ થેલી કે 15 થેલી ખાતરની જરૂરિયાત
ખેડૂતોની એવી ફરિયાદ છે કે જ્યારે પોતે પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે. તો ખેતી પ્રમાણે કોઈને આઠ થેલી દસ થેલી કે 15 થેલી ખાતરની જરૂરિયાત છે. ત્યારે કલાકોની રાહ પછી કતારોમાં ઊભા રહ્યા પછી માત્ર બે થેલી ખાતર મળે છે. ત્યારે સરકાર અને વહીવટી તંત્ર અધિકારીઓ બધાને ખબર છે. બધા જાણે છે. પરંતુ કોઈ પણ સંકલનના અભાવે હાલ ખેડૂતો દિવસભર કતારોમાં ઊભા રહી અને સરકારની નીતિ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બહારના પિત્ઝા ખાતા હોય તો સાવધાન, જાણીતી બ્રાન્ડમાં અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો
એક ટ્રક આવે ત્યારે તેની સામે 10 ટ્રક ખાતરની જરૂરિયાત
બીજી તરફ ખાતર વિતરણ કરનાર સહકારી સંઘો અને ડેપોના વિતરકો પણ પોતે ખેડૂત હોય જેથી સમસ્યાથી વાકેફ છે. અને એ વાતનો સ્વીકાર પણ કરે છે. ખાતરની કંપનીઓ અને સરકાર વચ્ચે સબસીડી સહિતના મુદ્દાઓ પર સંકલનના અભાવ અથવા કોઈપણ કારણોસર ડેપો સુધી ખાતર પહોંચતુ નથી. જ્યારે એક ટ્રક આવે ત્યારે તેની સામે 10 ટ્રક ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે.