ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ વિસ્તારમાં DAP ખાતરના નામે ખેડૂતોને મળ્યા કાંકરા

Text To Speech
  • ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાંથી ખાતર ખરીદ્યુ હતું
  • ખાતરમાંથી 5 કિલો જેટલાં કાંકરા નીકળતાં ખેડૂતો રોષે ભરાયા
  • ખેડૂતોએ કાંકરાવાળું ખાતર આપવા બાબતે વિરોધ નોંધાવ્યો

ગુજરાતના વડોદરામાં શિનોર ખાતે ખેડૂતોને DAP ખાતરના નામે કાંકરા પધરાવી દીધા છે. તેથી ખેડૂતોએ વિરોધ કરી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાંથી ખાતર ખરીદ્યુ હતું.

ખાતરમાંથી 5 કિલો જેટલાં કાંકરા નીકળતાં ખેડૂતો રોષે ભરાયા

ઉલ્લેખનીય છે કે ખાતરમાંથી 5 કિલો જેટલાં કાંકરા નીકળતાં ખેડૂતો રોષે ભરાયા હતાં. આ મામલે ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાં આ વિશે રજૂઆત કરી મામતલદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લાના શિનોરમાં દામનાગર ગામના ખેડૂતોએ સેગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી DAP ખાતર ખરીદ્યું હતું. જોકે, જ્યારે ખાતરને નાંખવા ખેડૂતે ગુણો ખોલી તો તેમાંથી 5 કિલો જેટલાં કાંકરા અને કપચી નીકળી હતી.

ખેડૂતોએ કાંકરાવાળું ખાતર આપવા બાબતે વિરોધ નોંધાવ્યો

બાદમાં ખેડૂતોએ આ વિશે તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી. પરંતુ, ત્યાંથી સંતોષજનક પ્રતિસાદ ન મળતાં ખેડૂતોએ મામલતદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં આ વિશે ફરિયાદ કરી હતી. ગ્રાહક સુરક્ષા વિભાગે આ વિશે ખેડૂતોની ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે. ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝર પર આરોપ લગાવતા કહ્યું કે, અમારી સાથે DAP ખાતરના નામે છેતરપિંડી કરવામાં આવી છે. કારણ કે, અમે પાંચ વર્ષથી ખેતી કરીએ છીએ. DAP ખાતર કાળા રંગનું નથી આવતું તે લાલ અથવા સફેદ રંગનું હોય છે. જેથી ગામના ખેડૂતોએ કાંકરાવાળું ખાતર આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાંથી જાણો કેટલા શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જશે

Back to top button