ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ: બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત

  • મોટી સંખ્યામાં ખેડૂતો હાથમાં સંગઠનનો ધ્વજ લઈને આગળ વધી રહ્યા છે

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: ખેડૂતોની આજે રવિવારે રાજધાની દિલ્હી માટે કૂચ શરૂ થઈ ગઈ છે. જ્યારે 101 ખેડૂતોનું એક ગ્રુપ શંભુ બોર્ડરથી રવાના થયું, ત્યારે તેઓ સુરક્ષા દળોનો સામનો કર્યો હતો. ખેડૂતો અને સુરક્ષા દળો આમને-સામને આવ્યા હતા. હરિયાણા પોલીસે ખેડૂતોના ઓળખ કાર્ડ માંગ્યા હતા. આ દરમિયાન પોલીસે આગળ વધવા પર અડગ રહેતા ખેડૂતો પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. હવે શંભુ બોર્ડર પર સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) માટે કાનૂની ગેરંટી સહિતની વિવિધ માગણીઓ પૂરી કરવા ખેડૂતો દબાણ કરી રહ્યા છે. પંજાબના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે કહ્યું હતું કે, ખેડૂતોને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સંદેશ મળ્યો નથી.

 

ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ 

‘દિલ્હી ચલો’ માર્ચ શરૂ કરનારા ખેડૂતોને વિખેરવા પોલીસે આજે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પંજાબના સરહદી વિસ્તારમાં આવતી શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.

 

ખેડૂતો પાસેથી ઓળખ કાર્ડની માગણી કરવામાં આવી 

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા એક ખેડૂતે કહ્યું હતું કે, ‘પોલીસ ઓળખ કાર્ડ માંગી રહી છે, પરંતુ તેમણે ગેરંટી આપવી જોઈએ કે તેઓ અમને દિલ્હી જવા દેશે. અમને દિલ્હી જવાની પરવાનગી નથી તો પછી ઓળખપત્ર શા માટે આપીએ? જો તેઓ અમને દિલ્હી જવા દેશે તો અમે ઓળખ પત્ર આપીશું.

 

શું છે ખેડૂતોની માંગ?

મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) માટે કાનૂની ગેરંટી સહિતની વિવિધ માંગણીઓ પૂરી કરવા ખેડૂતો કૂચ કરી રહ્યા છે. તેઓ તેમના પ્રશ્નોના ઉકેલ માટે મંત્રણા શરૂ કરવા માટે કેન્દ્ર પર દબાણ પણ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: મહારાષ્ટ્ર વક્ફ બોર્ડનો ખેડૂતોની 300 એકર જમીન પર દાવો, 100થી વધુ લોકોને ફટકારી નોટિસ

Back to top button