ગુજરાત

ગુજરાત માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જાણો કયા ખબક્યો વરસાદ

Text To Speech
  • અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો
  • કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ
  • પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ પડ્યો

ગુજરાત માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જેમાં ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. તેમાં વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જેમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં IPSની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો

વિવિધ શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. તેમાં અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરશિયાળે ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘાતકી માવઠા બાદ સતત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વિવિધ શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.

પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ પડ્યો

કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ પડ્યો છે. ગત મોડી રાત્રે શહેરા પંથકમાં માવઠું પડ્યુ હતુ. તેમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તેમજ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે પ્રમાણે હજુ આગામી બે દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાત્રિના બાર વાગ્યા બાદ વરસાદ શરૂ થયો

પંચમહાલમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિના બાર વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. આજે લગ્ન સહિતના અનેક શુભ પ્રસંગો છે. જેમાં લગ્ન કરવા જતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદ શરૂ રહેતા શુભ મુહૂર્તમાં થનારા કાર્યક્રમો લેટ થાય છે તેમજ બંધ રાખવાની જરૂર પડે છે. વરસાદના કારણે મંડપ પણ પલળી જતા ખુશીના પ્રસંગમાં લોકોની ચિંતા વધી છે. તેમજ અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં માલપુર, બાયડ, મેઘરજ, મોડાસામાં માવઠું પડ્યું છે.

Back to top button