ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં ખેડૂતો સરકારને આપી રહ્યાં જમીન, જાણો શું છે કારણ

Text To Speech

રાજકોટ એરપોર્ટમાં ખેડૂતની જમીન અટવાતા સરકાર ખરીદે તે માટે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં હીરાસર એરપોર્ટ માટે ખેડૂતની જમીન ખરીદવા સરકાર નિષ્ક્રિય છે. બે મહિનામાં યોગ્ય નિર્ણય લેવા સરકારને હાઈકોર્ટનો નિર્દેશ છે. તેમજ હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, સરકાર અરજદારને સ્પષ્ટ જવાબ આપે.

આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા

રાજકોટ જિલ્લાના હીરાસર ગામમાં અવળુ જોવા મળ્યું

સામાન્ય રીતે સરકાર જમીન માગે તો જમીન માલિકો વિરોધ કરતા હોય છે. જો કે, રાજકોટ જિલ્લાના હીરાસર ગામમાં અવળુ જોવા મળ્યું છે. જેમાં જમીન માલિકે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, સરકારે તેની જમીન ખરીદવા કહેલુ. આ અંગે 09-03-2022ના રોજ રજૂઆત છતા સરકાર કોઈ નિર્ણય લેતી નથી. સુનાવણી બાદ, હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, અરજદારે કરેલી અરજી પર વિચારણા કરીને બે માસમાં નિર્ણય લો. હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, સરકાર અરજદારને સ્પષ્ટ જવાબ આપે.

ખેતીની મોસમમાં ખેતી પણ કરી શકતા નથી

અરજદારના વકીલની રજૂઆત હતી કે આ રાજકોટ જિલ્લામાં બનતા એરપોર્ટને અનુલક્ષીને સરકારે ચોટીલા પાસેના હીરાસર ગામ નજીક અનેક લોકોની જમીન સંપાદન કરેલી છે. 07-05-2021ના રોજ સત્તાધીશોએ અરજદારની જમીન ખરીદવા અંગે કહેલુ. જો કે, હવે તંત્ર કોઈ નિર્ણય લેતુ નથી. અરજદારની જમીનની બે બાજુએ નદી આવેલી છે. અને અન્ય બાજુ ઓથોરિટીએ એરપોર્ટ માટે બાઉન્ડ્રી કરી છે. જેથી, અરજદારને તેના ખેતરમાં જવુ હોય તો બહુ લાંબુ અંતર કાપીને જવુ પડે છે. ખેતરની ચારે બાજુ ઉભા થયેલા અવરોધના લીધે, તે ખેતીની મોસમમાં ખેતી પણ કરી શકતા નથી.

તમારી જમીન સરકારને ભેટ આપી દો

આ અંગે તંત્રને રજૂઆત કરેલી કે તેમના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરશે. હાઈકોર્ટે અરજદારને હળવી ટકોર કરેલી કે, તમારી જમીન સરકારને ભેટ આપી દો. તમે ઉપવાસ કરી શકો છો, તે આરોગ્ય માટે સારી બાબત છે. હાઈકોર્ટ સરકારને કેવી રીતે કહી શકે કે તે તમારી જમીન ખરીદે?

Back to top button