ખેડૂત આંદોલન: દિલ્હી એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જારી
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે સંમત ન થયા બાદ પંજાબના વિરોધ કરી રહેલા ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરવા તૈયાર છે. ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે, તો બીજી બાજુ દિલ્હી એરર્પોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટે એડવાઈઝરી જારી કરી
Kind attention to all flyers!#TrafficAdvisory #DelhiAirport https://t.co/0wGK8FWjeO pic.twitter.com/Sy1KE51YE3
— Delhi Airport (@DelhiAirport) February 12, 2024
દિલ્હી એરર્પોર્ટે એડવાઈઝરીમાં મુસાફરોને મુસાફરી માટે દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, ‘સમયસર આગમનની ખાતરી કરવા માટે, અમે મુસાફરોને અનુકૂળ પરિવહન વિકલ્પો માટે મેજેન્ટા લાઇનથી ટર્મિનલ 1 (T1) અથવા એરપોર્ટ મેટ્રોથી ટર્મિનલ 3 (T3) નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.’
ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ
મહત્ત્વનું છે કે પાકના લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે ‘દિલ્હી ચલો’ કૂચ કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો ધીરે ધીરે રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર દિલ્હીને વહીવટીતંત્ર દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. દરેક ખૂણા પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સરહદ સીલ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં 12 માર્ચ સુધી જાહેર સભાઓ પર પ્રતિબંધ
ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં 12 માર્ચ સુધી તમામ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાજધાનીમાં કલમ 144 લાગુ કરી છે, આ સાથે દિલ્હીની સરહદો પર મહિના માટે 144 લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે, જેમાં મુસાફરોને દિલ્હીની ત્રણ સરહદો પર વાહનોની અવરજવર પરના પ્રતિબંધો વિશે ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સાથે જોડાયેલા નોઈડા અને ગુરુગ્રામ માટે પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદો પર કલમ 144 લાગુ