ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબ-હરિયાણામાં ખેડૂતોનું મોટું આંદોલન: 1 લાખ જેટલા ટ્રેક્ટર સાથે વિરોધ પ્રદર્શન કરશે, ભગવંત માને સપોર્ટ કર્યો

Text To Speech

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2025: પ્રજાસત્તાક દિવસના અવસર પર પોતાની માગને લઈને ખેડૂતો આજે પંજાબ-હરિયાણા સહિત આખા દેશમાં મોટી સંખ્યામાં ટેક્ટર ચલાવીને નીકળશે. માર્ચની તૈયારીઓને લઈને ખેડૂત સંગઠનોએ શનિવારે એક બેઠક બોલાવી હતી. આ દરમ્યાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ખેડૂતોને સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, પંજાબના ખેડૂતોએ ક્યારેય દેશને નિરાશ કર્યા નથી. આપણા અન્નદાતા આમરણ અનશન અને હડતાળ કરી રહ્યા છે. પંજાબ ક્યારેય પોતાનું માથું ઝુકાવતું નથી, અમુક લોકો પંજાબને અસ્થિર કરવા માગે છે.

કહેવાય છે કે બપોરે 12થી 3 વાગ્યા સુધી પંજાબમાં લગભગ 200થી વધારે જગ્યા પર એક લાખથી વધારે ટ્રેક્ટર રસ્તા પર માર્ચ કરશે. આવી જ રીતે વિરોધ પાડોશી રાજ્ય હરિયાણામાં પણ જોવા મળશે. 26 જાન્યુઆરીના રાષ્ટ્રવ્યાપી ટ્રેક્ટર માર્ચના આહ્વાન પર ખેડૂત નેતાઓેએ કહ્યું કે, તેઓ દિવસ બપોરે 12 વાગ્યાથી બપોરના 1.30 કલાક સુધી પોતાના ટ્રેક્ટર ભાજપ કાર્યાલય, મોટા શોપિંગ મોલ અને સાઈલો બહાર પાર્ક કરશે.

સંયુક્ત કિસાન મોર્ચા અને પંજાબના ખેડૂત સંગઠન એસકેએમ અને કિસાન મજદૂર મોર્ચાના સભ્યોએ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

100 તાલુકામાં માર્ચ કરવામાં આવશે

સંયુક્ત કિસાન મોર્ચાએ પંજાબ-હરિયાણા સહિત આખા દેશમાં વિરોધ કરતા ટ્રેક્ટર માર્ચ કાઢવાનું આહ્વાન કર્યું છે. પંજાબમાં ટ્રેક્ટર માર્ચ તાલુકા સ્તર પર થશે. આ દરમ્યાન ટ્રેક્ટર પોતાના ગામથી એક નિશ્ચિત રસ્તા દ્વારા તાલુકામાં એક પાઈન્ટ સુધી જશે અને પોત પોતાના ગામ પરત ફરશે. આ પ્રદર્શન કમસે કમ 100 તાલુકામાં કરવામાં આવશે.

આ પણ વાંચો: ખાલી જૂતા અને કપડા રાખવા માટે કૃષ્ણા અભિષેકે 3 BHK ફ્લેટ લીધો, દર 6 મહિને બદલે છે કલેક્શન

Back to top button