ગુજરાત

બનાસકાંઠાના દિયોદરમાં લાફાકાંડનો વિવાદ થતા કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવશે

Text To Speech
  • ખેડૂત ન્યાય યાત્રા માટે કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવવાના
  • 18 ઓગસ્ટ સવારે 9.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • બનાસકાંઠા અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં મારામારી થઈ હતી

બનાસકાંઠાના દિયોદરમાં લાફાકાંડનો વિવાદ થતા કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવશે. ખેડૂત ન્યાય યાત્રા માટે કિસાન નેતા રાકેશ ટિકેત ગાંધીનગર આવવાના છે. જેમાં 18 ઓગસ્ટ સવારે 9.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ ગાંધીનગર ખાતે ખેડૂત ન્યાય યાત્રામાં જોડાશે.

આ પણ વાંચો: રાજકોટના ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ ભેટ સ્વરૂપે અર્પણ કરાયું 

બનાસકાંઠા અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં મારામારી થઈ હતી

બનાસકાંઠા અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં મારામારી થઈ હતી. હાલમાં સૌથી વધુ ચર્ચા બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય પદયાત્રા આગળ વધી રહી છે. ત્યારે ઉનાવાથી યાત્રાની ગાંધીનગર તરફ આગેકૂચ થઇ છે. બનાસકાંઠામાં ખેડૂત ન્યાય યાત્રામાં હવે રાકેશ ટિકેતની એન્ટ્રી થઇ છે. 18 ઓગષ્ટે ખેડૂત ન્યાય યાત્રામાં રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકેત જોડાશે.

આ પણ વાંચો: 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો અને પરિવારે HCમાં અરજી કરી 

ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી કેસાજી ચૌહાણનાં રાજીનામાની માગ કરશે

થોડાં દિવસથી શરૂ થયેલી ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણનાં રાજીનામાની માગ ઉગ્ર બની છે. ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી કેસાજી ચૌહાણનાં રાજીનામાની માગ કરશે. આ અંગે છેલ્લા કેટલાંક દિવસથી ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી ગાંધીનગર સુધી યાત્રા કાઢવામાં આવી છે. જે હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહી છે. મહત્વનું છે કે અટલ ભુજલ યોજના કાર્યક્રમમાં અરજણ નામના શખ્સે જાહેરમાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીને લાફો મારતા જોરદાર વિવાદ ઉભો થયો છે. ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે.

Back to top button