ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર સાથે નીલગાય અથડાઈ, કારના ભુક્કા બોલાવી દીધા

Text To Speech

મુઝફ્ફરનગર, 15 માર્ચ 2025: યુપીના મુઝફ્ફરનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કારનો અહીં અકસ્માત થયો છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. રાકેશ ટિકૈત BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા છે.

શું છે આખો મામલો?

મુઝફ્ફરનગરમાં રાકેશ ટિકૈતની કાર નીલગાય સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર આગળથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જોકે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત આ અકસ્માતમાં માંડ માંડ બચી ગયા હતા. આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારની તમામ 8 એરબેગ્સ ઘટનાસ્થળે જ ખુલી ગઈ હતી. આ કારણે રાકેશ ટિકૈતનો જીવ પણ બચી ગયો હતો.

અકસ્માત બાદ રાકેશ ટિકૈત પોતાના ઘરે પહોંચી ગયા છે. રાકેશ ટિકૈતે અકસ્માત અંગે વાહનચાલકોને અપીલ કરી અને કહ્યું કે કારમાં મુસાફરી કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો જ જોઇએ. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટિકૈત સિસૌલીથી મુઝફ્ફરનગર નિવાસસ્થાને આવી રહ્યા હતા. આ અકસ્માત મુઝફ્ફરનગર શામલી રોડ પર થયો હતો.

આ પણ વાંચો: ટીમ ઈંડિયાના ખેલાડીએ કર્યો મોટો ખુલાસો: ફોન પર ધમકીઓ મળી, બાઈક પર મારો પીછો કર્યો

Back to top button