નેશનલ

ખેડૂત આંદોલન: કુરૂક્ષેત્રમાં સરકાર સામે ખેડૂતો ચઢ્યા જંગે; NH-44 કર્યો બ્લોક

કુરુક્ષેત્ર : હરિયાણાના કુરુક્ષેત્રમાં મંગળવારે પણ ખેડૂતોનો વિરોધ આંદોલન ચાલુ છે. છેલ્લા 20 કલાકથી ખેડૂતો કુરુક્ષેત્રમાં દિલ્હી-ચંદીગઢ હાઈવેને બ્લોક કરીને ઉભા છે. ખેડૂત આંદોલન કેટલા સમય સુધી ચાલશે તે અંગેની કોઈ જ માહિતી અત્યાર સુધી સામે આવી નથી. સરકાર ખેડૂતોની માંગોને સ્વીકારે છે કે પછી બળજબરીપૂર્વક ખેડૂતોને હટાવવામાં આવે છે, તે અંગે પણ કોઈ સંકેત મળ્યા નથી. જોકે, આ પહેલા ખટ્ટર સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કરીને હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

ખેડૂત આંદોલન ના કારણે નેશનલ હાઈવે-44 પર અનેક કિલોમીટર લાંબો જામ લાગી ગયો છે.

સોમવારે ખેડૂતોએ પીપલી અનાજ બજાર ખાતે ખેડૂતોની રેલી બોલાવી હતી, જેમાં કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોએ પીપલીમાં ગીતા દ્વાર પાસે નેશનલ હાઈવે-44 બ્લોક કરી દીધો હતો અને મોરચો લગાવી દીધો હતો.

ખેડૂત નેતા રમણદીપ સિંહ માનને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, “સોમવારે પીપલી અનાજ બજારમાં ખેડૂતોની રેલી હતી. લગભગ 25,000 ખેડૂતો પહોંચ્યા હતા. એક વાગ્યે ખેડૂતો ચુકાદો આપવાના હતા પરંતુ તે પછી સ્થાનિક વહીવટીતંત્રે અમને કહ્યું કે, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ખેડૂતો સાથે વાત કરવા માંગે છે.

આ પણ વાંચો- LIVE: વાવાઝોડાના આગમન પહેલા જ વણસી પરિસ્થિતિ, જાણો પળેપળના સમાચાર

અમે પાંચ સભ્યોની કમિટી બનાવી અને મીટિંગ માટે એક ટીમ કરનાલ મોકલી હતી. જ્યારે ખેડૂતો પહોંચ્યા તો અમને કહેવામાં આવ્યું કે સીએમ ચંડીગઢ ગયા છે. જે બાદ વાતાવરણ થોડું ગરમાયું હતું.

તેમણે કહ્યું, “આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી અમે ચંદીગઢ હાઈવે પરથી ઉભા થઈશું નહીં અને અમે સોમવારે બપોરે 3 વાગ્યાથી હાઈવે બ્લોક કરી દીધો છે.”

રમણદીપ સિંહે કહ્યું કે ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ છે. એક એમએસપી પર સૂર્યમુખીના પાકની ખરીદી કરવામાં આવે અને બીજું પોલીસે અમારા નેતાઓની ધરપકડ કરી છે તેમને છોડવામાં આવે.

તેમણે કહ્યું કે નેશનલ હાઈવે બંને બાજુથી બ્લોક છે, પરંતુ ઈમરજન્સી વાહનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો પડવા દેવામાં આવી રહી નથી.

વિરોધ સ્થળે ખેડૂતો માટે લંગર પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ પહેલા ભારતીય કિસાન યુનિયન (ચધુની)એ સરકારને સૂર્યમુખી પર MSP લાગુ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું, ત્યારબાદ 6 જૂને શાહબાદમાં કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી હતી.

તે પછી ખેડૂતોએ શાહબાદમાં નેશનલ હાઈવેને બ્લોક કરી દીધો હતો, જેને ખુલ્લો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ગુરનામ સિંહ ચધુની સહિત ઘણા નેતાઓની ધરપકડ કરી હતી.

ત્યારથી આ ખેડૂત નેતાઓ જેલમાં છે, જેમની મુક્તિ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશ: સરકારી ઓફિસમાં આગ લાગતા અનેક દસ્તાવેજ બળીને ખાખ;કોંગ્રેસે વ્યક્ત કરી આશંકા

Back to top button