વિદાય 2023: ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મે દેશને સૌથી વધુ આંદોલિત કર્યો, બૉક્સ ઑફિસ પર ‘સાલાર’ ટોચે
વર્ષ 2023: ડંકી-સાલારથી લઈને રણબીર કપૂરની એનિમલ અને વિક્કી કૌશલની સામ બહાદુર જેવી ફિલ્મોની આ વર્ષે બૉક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, બૉક્સ ઑફિસ કલેક્શનની દૃષ્ટિએ સાલાર ફિલ્મે બાજી મારી. આ વર્ષે ઘણી શાનદાર ફિલ્મો જોવા મળી છે, જેમાં ધ કેરલ સ્ટોરી, ધ શેમ બહાદુર અને ધ વેક્સિન વૉર મુખ્ય છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મે આખા દેશને આંદોલિત કરી દીધો હતો અને ફિલ્મમાં દર્શાવેલી વાસ્તવિકતા જોઇને ચોંકી ગયા હતા. આ ફિલ્મ આખા દેશમાં સફળ રહી. તો બીજી તરફ ધ વેક્સિન વૉરમાં પણ કોવિડની રસી બનાવવાની આપણા વિજ્ઞાનીઓની મહેનત અને તેમણે વેઠેલા સંઘર્ષની વાસ્તવિક વાત હોવા છતાં ફિલ્મ દર્શકોને આકર્ષી શકી નહોતી. કેટલીક એવી પણ ફિલ્મો હતી જે એક સાથે રિલીઝ થઈ હતી. વર્ષાંતે શેમ બહાદુર ફિલ્મે પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષમાં સફળતા મેળવી હતી.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ આ મહિને 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ટક્કર પ્રભાસની ફિલ્મ સાથે થઈ હતી.
પ્રભાસની ફિલ્મ ‘સલાર’એ એક દિવસ પછી એટલે કે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી. આ બંને ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી છે.
અગાઉ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.
તે જ દિવસે વિકી કૌશલની ફિલ્મ ‘સામ બહાદુર’ પણ સિનેમાઘરોમાં આવી હતી. બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
‘ગદર 2’ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક રહી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી.
તે જ દિવસે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે સની દેઓલની ફિલ્મ કરતાં ઓછી કમાણી કરી હતી.
આ સિવાય પણ ધ કેરળ સ્ટોરી જે 5 મે 2023 ના રીલીઝ થઈ હતી તેને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, આ ફિલ્મ તો રાજકારણીઓ દ્વારા પોતાના ખર્ચે દેશની જનતાને બતવામાં પણ આવી હતી. જે સત્ય ઘટના પર આધારિત હતી.
તેવીજ રીતે એક ફિલ્મ હતી, ધ વેક્સિન વોર જે covide- 19 પર આધારિત હતી, અને તે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થઈ હતી. જે પડદા પરતો નહોતી ચાલી પરંતુ આવી ફિલ્મ જોવા વાડો પણ એક વર્ગ છે જેને આ ફિલ્મ ખુબજ પસંદ આવી હતી.
બોલિવૂડમાં જ નહીં હોલીવુડની ફિલ્મોમાં પણ ટક્કર જોવા મળી હતી. આ યાદીમાં ‘ઓપનહેમર’ અને બાર્બીનો શમાવેશ થાય છે.
બાર્બી અને ઓપેનહેઇમર બંને એક જ દિવસે 21 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો : તૃપ્તિ ડિમરીને મળી મોટી તક, કાર્તિક આર્યન સાથે કરશે ‘આશિકી 3’