અયોધ્યા જતી ફ્લાઈટ્સના ભાડા ઘટ્યા, હવે બાળકો સાથે કરો રામલલ્લાના દર્શન
- દિલ્હી ઉપરાંત મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, કોલક્ત્તા અને હૈદરાબાદથી અયોધ્યા જતી ફ્લાઈટ્સના ભાડા પણ ઘટ્યા છે. યાત્રીઓને ભાડામાં છૂટ આપવામાં આવશે
11 જૂન, અયોધ્યાઃ જો તમે હજુ સુધી અયોધ્યા રામલલ્લાના દર્શને ગયા નથી અને તમારા પરિવાર તેમજ બાળકોને ત્યાં લઈ જવા ઈચ્છો છો તો આ સમય બેસ્ટ હોઈ શકે છે. વળી અયોધ્યા જવા ઈચ્છતા લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. દિલ્હીથી અયોધ્યા માટે એરલાઈન્સ કંપનીઓએ હવાઈયાત્રામાં છૂટની જાહેરાત કરી છે. એટલું જ નહિ દિલ્હી ઉપરાંત મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, કોલક્ત્તા અને હૈદરાબાદથી અયોધ્યા જતી ફ્લાઈટ્સના ભાડા પણ ઘટ્યા છે. યાત્રીઓને ભાડામાં છૂટ આપવામાં આવશે. આ છૂટ 15 જૂન બાદ અપાશે. આશા છે કે અયોધ્યા પહોંચનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
અયોધ્યા જવા ઈચ્છતા લોકોને રામલલ્લાના દર્શન કરવા માટે ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ મળી રહ્યું છે. આવા સંજોગોમાં એરલાઈન્સ કંપનીઓએ ખાસ પ્લાન બનાવ્યો છે. આ યોજના હેઠળ 15 જૂનથી અયોધ્યા આવનારી ફ્લાઈટ્સના ભાડામાં 1000થી 15000 રુપિયા સુધીની છૂટ આપવામાં આવશે. એરલાઈન્સ કંપનીઓને આશા છે કે અયોધ્યા આવનારા લોકોની સંખ્યામાં વધારો થવાથી નફો પણ વધશે.
દિલ્હીથી અયોધ્યાની વચ્ચે જે સીધી ફ્લાઈટ છે, તેનું ફ્લાઈટનું ભાડુ 3400 રૂપિયા છે. મુંબઈ અને કોલક્તાથી લગભગ 7000 રૂપિયા છે. અમદાવાદથી 8000 રૂપિયા અને હૈદરાબાદથી અયોધ્યાનું એરલાઈન્સનું ભાડું 9000 રુપિયા છે. 15 જૂન બાજ આ દિલ્હીથી અયોધ્યાની ટિકિટ લગભગ 3000 રૂપિયામાં મળશે. આ રીતે અન્ય શહેરોમાં પણ 1000થી 1500 રુપિયા જેટલા ભાડા ઘટી શકે છે.
ભીષણ ગર્મીના કારણે યાત્રીઓ ઘટ્યા
અયોધ્યા એરપોર્ટના અધિકારી વિનોદ કુમારનું કહેવું છે કે મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહેલા બે હજાર યાત્રીઓ પહોંચતા હતા, પરંતુ ગરમી વધવાના કારણે યાત્રીઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે. અયોધ્યા આવતી ફ્લાઈટ્સની ટિકિટ સસ્તી થયા બાદ આશા છે કે યાત્રીઓની સંખ્યામાં વધારો થશે અને એરલાઈન્સ કંપનીઓને લાભ થશે. અયોધ્યા આવનારા લોકોને મોંઘી ટિકિટથી બચવા માટે ટ્રેનો પર નિર્ભર નહીં રહેવું પડે.
આ પણ વાંચોઃ અયોધ્યા-કાશી જેવી ધાર્મિક જગ્યાઓના દર્શન કરો માત્ર આટલા રૂપિયામાં