મનોરંજન

ચાહકોને મળશે ડબલ ખુશી, પઠાણ સાથે સલમાનની આ ફિલ્મનું પણ ટીઝર થયું રિલીઝ, જુઓ વીડિયો

બોલીવૂડના કિંગ કહેવાતા શાહરુખ ખાનના કરોડો ચાહકોની રાહ આખરે આજે પુરી થવા જઈ રહી છે.” પઠાણ” મુવી આજે રિલીઝ થવાની છે. આ સાથે જ બોલીવુડના ભાઈજાન ઉર્ફ સલમાન ખાન પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર પણ આજે મોટા પડદા પર રિલીઝ કરવામા આવ્યું છે.

સલમાન ખાન ફિલ્મ-HUMDEKHENGENEWS
બોલીવૂડના કિંગ કહેવાતા શાહરુખ ખાનના કરોડો ચાહકોની રાહ આખરે પૂરી થવાની તૈયારીમાં છે. “પઠાણ “ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે. આ સાથે જ બોલીવૂડના ભાઇજાન ઉર્ફે સલમાન ખાન પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર મોટા પડદા પર રિલીઝ કરવામાં આવ્યું છે.

સલમાન ખાન ફિલ્મ-HUMDEKHENGENEWS

‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર થયું રિલીઝ

ઘણા લાંબા સમયથી ભાઇજાનના ફેન્સ તેની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. હવે સલમાન અને શાહરૂખના ફેન્સને ડબલ ખુશી મળવાની છે. સલમાને પોતાના ચાહકોને એક મોટી ભેટ આપી છે. ફિલ્મ “કિસી કા ભાઇ કિસી કી જાન”નું ટીઝર રૃપેરી પડદા પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં સલમાન ખાન દબંગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમજ તેમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે રોમાંસ કરતા પણ જોવા મળી રહ્યા છે. તેમજ આ ફિલ્મના ટીઝરમાં શહનાઝ ગિલ સાઉથ ઇન્ડિંયન લુકમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં શહેનાઝની સાથે સાથે જસ્સી ગિલ, રાઘવ જુયાલ અને પલક તિવારી પણ જોવા મળી રહી છે.

સલમાન ખાને ટ્વીટર પર શેર કર્યો ફર્સ્ટ લુક

સલમાન ખાને આ ફિલ્મનો લુક શેર કરતા ટ્વિટ કર્યું હતું કે પઠાણના સ્ક્રીનિંગ પહેલા તેની મચ અવેટેડ ફિલ્મનું ટીઝર બતાવવામાં આવશે. આ ટ્વિટમાં સલમાને લખ્યું છે કે, કીસી કા ભાઇ કિસી કી જાન, 25 જાન્યુઆરીના રોજ હવે મોટા પડદા પર ટીઝર જુઓ.

દેશભરના થિયેટરોમાં જોવા મળશે આ ફિલ્મનું ટીઝર

ભાઈજાનના ફેન્સ પણ લાંબા સમયથી તેમની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની રાહ જોઈ રહ્યા હતા. આખરે હવે ફિલ્મના મેકર્સે પણ જાહેરાત કરી દીધી હતી કે ફિલ્મનું ટીઝર મોટા પડદા પર રિલીઝ કરવામાં આવશે. જે બાદ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પહેલા 25 જાન્યુઆરીએ એટલે કે આજે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટીઝર દેશભરના થિયેટરોમાં જોવા મળશે. તે પછી તેને યુટ્યુબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.

ઈદ પર રિલીઝ થશે ફિલ્મ રિલીઝ

ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2023ની ઈદ પર રિલીઝ થશે. મહત્વનું છે કે સલમાન ખાનની ઈદ પર રિલીઝ થતી મોટાભાગની ફિલ્મો શુપરહિટ ગઈ છે. ત્યારે સલમાન ખાનની આ ફિલ્મ પણ જોરદાર કમાણી કરી શકે છે.

આ પણ વાંચો : શું પરિવાર સાથે જોવા લાયક છે “પઠાણ” શાહરુખે જ આપ્યો આ જવાબ

Back to top button