અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચાહકોની બલ્લે બલ્લે: મળશે આ ખાસ 5 વસ્તુઓ

અમદાવાદ, 25 જાન્યુઆરી: અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોલ્ડપ્લેની ટીમ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં 3800થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે. સંગીત રસિયાઓને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવશે.
કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયા બાદ 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો ખાસ વસ્તુઓનો અનુભવ કરી શકશે, જેનાથી આ કોન્સર્ટ યાદગાર બની રહે. જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂનગોગલ્સ સહિતની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થાય છે. કારણ કે કોલ્ડપ્લેમાં જઈ રહેલાં લોકોને આયોજકો દ્વારા રિસ્ટબેન્ડ, મૂનગોગલ્સ, પેડલ બાઇક, મ્યુઝિક બ્રેસલેટ, ટી-શર્ટ હૂડીઝ આપવામાં આવશે. જેનાથી તેમનો મ્યુઝિકનો અનુભવ તો ખાસ રહેશે જ પરંતુ આ કોન્સર્ટ પણ યાદગાર રહેશે.
આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડપ્લેને લઈ યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોલ્ડપ્લેમાં હાજર દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રિકવ્નસી ટેક્નોલોજીથી સજ્જ રિસ્ટબેન્ડ આપવામાં આવશે. જે મ્યુઝિક બીટ પર કામ કરશે. આ રિસ્ટબેન્ડથી આખું સ્ટેડિયમ રંગબેરંગી એલઈડી લાઇટથી ઝગમગી ઉઠશે. જોકે, આ રિસ્ટબેન્ડ પ્રેક્ષકોએ કોન્સર્ટ ખતમ થયા બાદ પરત આપવાના રહેશે. આ સિવાય પ્રેક્ષકોને મૂન ગોગલ્સ પણ આપવામાં આવશે. આતશબાજી વખતે આ ચશ્મા પહેરવાથી અલગ-અલગ કલરના હાર્ટ શેપ દેખાશે. જેનાથી કોન્સર્ટમાં એક અદ્ભુત અનુભવ માણી શકાશે. પ્રેક્ષકો આ ગોગલ્સને ઘરે પણ લઈ જઈ શકશે.
કોલ્ડપ્લેમાં હાજર પ્રેક્ષકોને પેડલ બાઇક કે કાઇનેટિક ફ્લોર જોવા મળશે. શોની એનર્જી જાળવી રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાઇક પર પેડલ મારવાથી શોમાં હાજર લાઇટને ઇલેક્ટ્રિસિટી મળશે અને એક અદ્ભુત અનુભવ માણી શકાશે. સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના ઓફિશિયલ મર્ચન્ડાઇઝ સ્ટોલ હશે. જ્યાંથી કોલ્ડપ્લેના મ્યુઝિક બ્રેસલેટ મળી શકશે. આ બ્રેસલેટ ખરીદીને તમે ઘરે લઈ જઈ શકો છો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓફિશિયલ કોલ્ડપ્લેના મર્ચન્ડાઇઝ સ્ટોલમાંથી તમે કોલ્ડપ્લેની હૂડી પણ લઈ શકો છો. ત્યાં તમને કોલ્ડ પ્લેની ટોપી, ટી-શર્ટ, હૂડી મળી રહેશે. આ સિવાય મ્યુઝિક સીડી તેમજ અનેક યાદગાર વસ્તુઓ મળશે.
આ પણ વાંચો….ઓસ્કાર 2025માં કાર્લા સોફિયા ગેસ્કોને રચ્યો ઇતિહાસ; પહેલી વાર ટ્રાન્સજેન્ડર અભિનેત્રીને મળ્યું નોમિનેશન