50ની ઉંમરે મંદિરા બેદીની ફિટનેસ જોઈને ચાહકો દંગ, બિકીનીમાં તસવીર શેર કરી


એક્ટ્રેસ મંદિરા બેદી હાલ બંને બાળકો સાથે વેકેશન મનાવી રહી છે. મંદિરા બેદી પહેલાં ઇટલી અને હવે સ્પેનમાં છે. મંદિરાએ સોશિયલ મીડિયામાં બિકીની તસવીરો શૅર કરી છે. 50ની ઉંમરમાં મંદિરાની ફિટનેસ જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા છે.
મંદિરા બેદી સ્પેનમાં કૂલ અને સિઝલિંગ અંદાજમાં જોવા મળી હતી. મંદિરાએ મલ્ટીકલરની બિકીની પહેરી હતી. આ જ રંગનો રૂમાલ માથે બાંધ્યો હતો. ચશ્મા પહેરેલી મંદિરાએ ટોન્ડ બૉડી ફ્લોન્ટ કરી હતી.
મંદિરા બેદીએ બંને હાથમાં એક એક ઘડિયાળ પહેરી હતી. આ વાત એક્ટર રોનિત રોયે પણ નોટિસ કરી હતી. રોનિતે આ અંગે કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘લવલી, મેં બંને ઘડિયાળને મિસ કરી નથી.’ અન્ય એકે કમેન્ટ કરી હતી કે બે ઘડિયાળ પહેરવા પાછળનું કારણ શું છે? ઘણાં ચાહકોએ સવાલ કર્યો હતો કે તમે કેવી રીતે રિવર્સ એજિંગ કરી રહ્યા છો?
મંદિરા તથા રાજના લગ્ન 14 ફેબ્રુઆરી, 1999માં થયા હતા. બંનેને દીકરો વીર છે. રાજ તથા મંદિરાએ દીકરી તારા દત્તક લીધી હતી. મુકુલ આનંદના ઘરે મંદિરા તથા રાજની પહેલી મુલાકાત 1996માં થઈ હતી. મંદિરા ઓડિશન આપવા આવી હતી. રાજ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. બંને વચ્ચે અહીંયા જ પ્રેમ પાંગર્યો હતો અને બંનેએ પછી લગ્ન કર્યા હતા. ગયા વર્ષે 30 જૂનના રોજ રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં સવારે હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.