Animalના પહેલા ગીત પર ભડક્યા ફેન્સઃ રણબીર-રશ્મિકાનો LipLock સીન!
- ‘એનિમલ’ ફિલ્મ દ્વારા રશ્મિકા મંદાના અને રણબીર કપૂર પહેલી વાર મોટા પરદે જોવા મળશે. ફિલ્મનું પહેલું ગીત રીલીઝ થઇ ચૂક્યું છે, પરંતુ ફેન્સને બંનેની જોડી કંઇ ખાસ ગમી નથી
રણબીર કપૂર અને રશ્મિકા મંદાના હાલમાં તેમની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઇને ચર્ચામાં છે. જ્યારથી ‘એનિમલ’નું ટીઝર રિલિઝ થઈ ગયું છે ત્યારથી ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકોના ઉત્સાહને બમણો કરવા માટે, નિર્માતાઓએ આજે ફિલ્મનું પહેલુ ગીત ‘હુઆ મેં’ રિલીઝ કર્યું છે. ગીતમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળશે.
‘એનિમલ’ના પહેલા ગીત પર ભડક્યા ચાહકો
ગીત રિલીઝ થતા પહેલા તેનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં રણબીર અને રશ્મિકા એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ પોસ્ટર પર લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યુઝર્સને બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી છે, જ્યારે ઘણા લોકોએ આ પોસ્ટર પર સવાલો પણ ઉઠાવ્યા છે
#HuaMain #Ammayi #Neevaadi #OhBaale #Pennaale full song now available on all Music Platforms 🎶 https://t.co/bCqTWhVGU1#Animal1stSong#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @jam8studio @raghavcofficial… pic.twitter.com/4e3IPGfLcL
— Animal The Film (@AnimalTheFilm) October 11, 2023
પોસ્ટર પર માત્ર રણબીર કપૂરનું નામ જોઈને રશ્મિકાના ફેન્સ ખૂબ ગુસ્સે છે. અભિનેત્રીના ચાહકોનું માનવું છે કે રશ્મિકા સાઉથનું મોટું નામ છે. આવી સ્થિતિમાં, ચાહકો પોસ્ટર પર તેનું નામ ન હોવાને કારણે નિર્માતાઓની ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોએ રશ્મિકા અને વિજય દેવરાકોંડાની જોડીને શ્રેષ્ઠ ગણાવી હતી. તો એવા ઘણા યુઝર્સ છે જેમણે ફિલ્મનો બહિષ્કાર કરવાનું પણ કહ્યું હતું.
‘એનિમલ’ની સ્ટોરી અન્ડરવર્લ્ડની ખતરનાક પૃષ્ઠભૂમિ પર આધારિત પિતા-પુત્રના સંબંધની આસપાસ ફરે છે. જેના કારણે ફિલ્મનો હીરો મનોરોગી બની જાય છે. આ ફિલ્મમાં પુત્રનો તેના પિતા પ્રત્યેનો જુસ્સાદાર પ્રેમ પણ બતાવવામાં આવ્યો છે. ‘એનિમલ’નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્નાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે અને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ Bigg Boss 17: આ વખતે અલગ અને ખાસ છે કોન્સેપ્ટ, જાણો શું છે નવુ?